નેશનલસ્પેશિયલ ફિચર્સ

કોણે કર્યો હતો ભારતનો પહેલો કોલ? એક જ ક્લિક પણ જાણી લો અહીં…

મોબાઈલ આજના સમયની તાતી જરૂરિયાત બની ગઈ છે અને એના વગર રહેવાનું લગભગ અશક્ય બની ગયું છે. મોબાઈલ ફોન વિનાના જીવનની કલ્પના જ અશક્ય બની ગઈ છે. મોબાઈલ ફોનને કારણે જ દુનિયાના દૂરના ખૂણે વસતા બે લોકો પણ એકદમ નજીક આવી ગયા છે. પરંતુ શું તમને ખબર છે કે ભારતનો પહેલો કોલ કોણે કર્યો હતો અને ક્યારે કર્યો હતો? નહીં ને? ચાલો આજે તમને આ વિશે જણાવીએ…

આજે મોબાઈલ ફોન હાથમાં લઈને આપણે ભલે કહેતા હોઈએ કે કર લો દુનિયા મુઠ્ઠી મેં, પરંતુ આજથી 29 વર્ષ પહેલાં એવું નહોતું, જ્યારે પહેલી જ વખત ભારતમાં મોબાઈલ ફોનની રિંગ વાગી હતી. ભારતીય ટેલીકોમ્યુનિકેશનના ઈતિહાસમાં 31મી જુલાઈ 1995નો દિવસે સોનાના સૂરજ ઊગ્યો હતો, કારણ કે આ જ એ દિવસ હતો જ્યારે પહેલી વખત ભારતમાં મોબાઈલ ફોનથી કોલ કરવામાં આવ્યો હતો. આ કોલ તત્કાલિન કેન્દ્રિય સંચાર પ્રધાન સુખરામે કર્યો હતો. તેમણે નોકિયાના હેન્ડસેટથી આ પહેલો કોલ કર્યો હતો.

સુખરામજીએ આ કોલ દિલ્હીથી કોલકતા કર્યો હતો અને સામે લાઈન પર હતા પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન જ્યોતિ બસુ. ભારતમાં આજે ભલે રિલાયન્સ, જીઓ, વોડાફોન, એરટેલ, બીએસએનએલ સહિતના ટેલિકમ્યુનિકેશન કંપનીઓનો દબદબો છે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે ભારતનો પહેલો કોલ આ કોઈ પણ ઓપરેટરની સર્વિસનો ઉપયોગ કરીને નહોતો કરવામાં આવ્યો. આ કોલ કરવામાં આવ્યો હતો તેનું ક્રેડિટ જાય છે મોદી ટેલસ્ત્રા નેટવર્કને. આ એક ઓસ્ટ્રેલિયન ટેલીકમ્યુનિકેશન કંપની હતી. આ કંપની લલિત મોદીના કાકા બીકે મોદી અને ઓસ્ટ્રેલિયન કંપની ટેલસ્ત્રાનું જોઈન્ટ વેન્ચર હતું.

વાત કરીએ કોલ માટે ચૂકવવા પડેલા પૈસાની તો અત્યારે તમને એક કોલ માટે કેટલા પૈસા ચૂકવવા પડે છે કદાચ જીઓના આવ્યા બાદ તો કદાચ એક ચાર્જ ઝીરો પૈસા થઈ ગયો છે. આજે તમે મહિના, ત્રણ મહિના કે છ મહિના અને વર્ષ માટે પ્લાન ખરીદવો પડે છે, અને એમાં જ કોલિંગની સુવિધા આપવામાં આવે છે. પણ પહેલાં કોલ વખતે એવું નહોતું. 29 વર્ષ પહેલાં કોલનો ચાર્જ 8.4+ 8.4=16.80 પૈસા પ્રતિ મિનિટના દરે કરવામાં કરવામાં આવ્યો હતો. એ સમયે ઈનકમિંગ અને આઉટ ગોઇંગ બંને માટે ચાર્જ વસૂલવામાં આવ્યો હતો. એટલું જ નહીં પણ અમુક ચોક્કસ પીક અવર્સ માટે 16.80 પૈસાનો ચાર્જ લેવામાં આવતો હતો. આજે ભલે આ વાતો અસંભવ અને અશક્ય લાગતી હોય પણ છે તો હકીકત. તમે પણ આ ઈન્ટ્રેસ્ટિંગ માહિતી મિત્રો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં પણ વધારો કરજો…

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button