![Who is this Congress MP's foreign wife over whom BJP has created a ruckus?](/wp-content/uploads/2025/02/congress-mp-gogais-wife.webp)
નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈની પત્ની એલિઝાબેથ કોલબર્ન પર પાકિસ્તાની નાગરિક સાથે સંબંધ ધરાવવાનો આરોપ લગાવ્યો છે. આ મામલો રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલો હોવાનું કહેવાય છે. જોકે ગૌરવ ગોગોઈએ આ આરોપોને નકારી કાઢ્યા છે. દરમિયાન આસામ પોલીસ પાકિસ્તાની નાગરિક અલી તૌકી શેખ સામે કેસ નોંધવાની તૈયારી કરી રહી છે.
એલિઝાબેથ કોલબર્ન વિશે
અહેવાલો અનુસાર એલિઝાબેથ કોલબર્ન નો જન્મ બ્રિટનમાં થયો હતો. તેણે લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ (LSE)માંથી આંતરરાષ્ટ્રીય રાજકીય અર્થતંત્રમાં ડિગ્રી મેળવી છે. એલિઝાબેથ અને ગૌરવ ગોગોઈના લગ્ન 2013માં થયા હતા. એલિઝાબેથ ક્લાયમેટ એન્ડ ડેવલપમેન્ટ નોલેજ નેટવર્ક (CDKN)નો ભાગ રહી છે જેના પર ભાજપે આરોપ લગાવી રહ્યું છે.
CDKNની વેબસાઈટ અનુસાર એલિઝાબેથે ભારત અને નેપાળમાં આ સંસ્થા માટે કામ કર્યું છે. તે માર્ચ 2011માં CDKNમાં જોડાઈ હતી એલિઝાબેથ પાસે યુએસ સેનેટ સંયુક્ત રાષ્ટ્ર સચિવાલય અને તાંઝાનિયા તેમ જ દક્ષિણ આફ્રિકામાં એનજીઓમાં કામ કરવાનો એનુભવ પણ છે. CDKN આફ્રિકા, એશિયા, લેટિન અમેરિકા અને કેરેબિયનમાં કાર્યરત છે.
ભાજપે શું કહ્યું?:-
ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા ગૌરવ ભાટિયા આરોપ લગાવ્યો હતો કે લોકસભામાં વિરોધ પક્ષના નાયબ નેતા ગૌરવ ગોગોઇની પત્ની એલિઝાબેથ કોલબર્નના પાકિસ્તાન આયોજન પંચના સલાહકાર અલી તૌફિક શેખ અને આઇએસઆઇ સાથેના સંબંધો જાણવા મળ્યા છે. તેમણે કહ્યું હતું કે આ અત્યંત ચિંતાજનક છે કારણ કે આ મામલો રાષ્ટ્રીય સુરક્ષા સાથે સંબંધિત છે. ભાજપના પ્રવક્તાએ એમ પણ જણાવ્યું હતું કે કોંગ્રેસ નેતૃત્વ અને ગોગોઇએ આ મામલે સ્પષ્ટતા કરવી જોઈએ, કારણ કે આ પ્રશ્ન ઘણો ગંભીર છે. ગોગોઈની પત્ની વિદેશી નાગરિક છે અને તે જે સંસ્થા માટે કામ કરે છે તેને જ્યોર્જ સોરોસ દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે. તેમણે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને સાંસદ રાહુલ ગાંધી પાસેથી પણ સ્પષ્ટતા માંગી છે.
આસામના મુખ્યપ્રધાન હિંમંતા બિસ્વા સરમાએ પણ આરોપ લગાવ્યા છે :-
આસામના મુખ્યપ્રધાન હિમંતા બિસ્વા સરમાએ એવો આરોપ લગાવ્યો હતો કે ગોગોઇએ બ્રિટિશ નાગરિક સાથે લગ્ન કર્યા પછી સંસદમાં સંવેદનશીલ સંરક્ષણ બાબતો પર પ્રશ્નો ઉઠાવવાનું શરૂ કર્યું હતું. જોકે, ગોગોઇએ આ આરોપને ખોટો ગણાવ્યો હતો. ગોગોઈનું નામ લીધા વિના સરમાએ દાવો કર્યો હતો કે 2015માં ભારતમાં પાકિસ્તાની હાઈ કમિશનર અબ્દુલ બાસીતે પહેલીવારના સંસદ સભ્ય અને તેમના સ્ટાર્ટઅપ પોલિસી ફોર યુથને નવી દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનમાં ભારત પાકિસ્તાનના સંબંધો પર ચર્ચા કરવા માટે આમંત્રણ આપ્યું હતું. સરમાએ એમ પણ કહ્યું હતું કે મુખ્ય વાત તો એ છે કે તેઓ તે સમયે વિદેશી બાબતોની સંસદીય સમિતિના સભ્ય ન હતા તેથી તેમની નિમણૂક પર પ્રશ્નો ઊભા થાય છે.
સરમાએ દાવો કર્યો હતો કે આ મુલાકાત આંતરિક બાબતોમાં પાકિસ્તાની હાઈ કમિશનના હસ્તક્ષેપ અને ખાસ કરીને હુરિયત કોન્ફરન્સ સાથેની તેની સંડોવણી સામે ભારતના સત્તાવાર વિરોધ છતા થઈ હતી. તેમણે ગોગોઇ પર આ ચિંતાઓને અવગણવાનો અને 50 થી 60 યુવાન ભારતીયને પાકિસ્તાની અધિકારીઓને મળવા લઈ જવાનો પણ આરોપ લગાવ્યો હતો.
સરમાએ એમ પણ જણાવ્યું હતું કે સંસદમાં તેમનું (ગૌરવ ગોગોઇ) ધ્યાન સંવેદનશીલ સંરક્ષણ બાબતો પર વધુ હતું જેમાં કોસ્ટ ગાર્ડ રડાર સ્થાપનો, ભારતની શસ્ત્ર ફેક્ટરીઓ, એરોનોટિકલ સંરક્ષણ ઇરાન સાથે વેપાર માટે ટ્રાન્ઝિટ રૂટ્સ ,કાશ્મીરી વિદ્યાર્થીઓ અને ચર્ચો પરના કઠિત હુમલાઓ સંબંધિત પ્રશ્નોનો સમાવેશ થાય છે જે તેમના રસના ક્ષેત્રોમાં નોંધપાત્ર પરિવર્તન સૂચવે છે. રસપ્રદ વાત એ છે કે આ બધા સવાલો તેમણે બ્રિટિશ નાગરિક સાથે લગ્ન કર્યા પછી જ પૂછ્યા હતા. જેના કારણે તેમની સામે વધુ સવાલો ઊભા થાય છે.
સરમાએ એવો પણ દાવો કર્યો હતો કે લગ્ન પહેલા એલિઝાબેથ એક અમેરિકન સાંસદ માટે કામ કરતી હતી જેના પાકિસ્તાની સેના સાથે ગાઢ સંબંધો હોવાનું જાણીતું હતું અને પછીથી તેણે પાકિસ્તાનમાં થોડો સમય વિતાવ્યો હતો. જ્યાં તેણે એવી સંસ્થા માટે કામ કર્યું હતું જે વ્યાપક પણે ઇન્ટર સર્વિસ ઇન્ટેલિજન્સ એટલે કે ISI માટે કામ કર્યું હતું. આ બધી ઘટનાઓનો સમય અને સાંસદના રાજકીય વલણ અને કાર્યોમાં ફેરફાર કોઈ ષડયંત્રની શંકા જગાવે છે.
આ પણ વાંચો…દિલ્હીના આ તળાવ પાસે હતું ભૂકંપનું કેન્દ્ર બિંદુ
પાકિસ્તાન સાથે જોડાણ :-
સરમાએ પાકિસ્તાન પ્લાનિંગ કમિશનના સલાહકાર અને કોલબર્નના ભૂતપૂર્વ સાથીદાર અલી તૌકીર શેખ દ્વારા સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી જૂની પોસ્ટના સ્ક્રીનશોટ શેર કર્યા અને દાવો કર્યો હતો કે ગોગોઇ અને પાકિસ્તાની નાગરિક વચ્ચેનું જોડાણ વધારે ઊંડું છે. એલિઝાબેથ કોલબર્ન પાકિસ્તાનની એક સંસ્થામાં અલી તૌકીર શેખના પ્રતિનિધિત્વમાં કામ કરતા હતા જે આબોહવા પરિવર્તન પહેલની આડમાં કાર્યરત હતી. શેખના કાર્યો આસામમાં તેમની ઊંડી અને વ્યુહાત્મક સંડોવણી દર્શાવે છે. સરમાએ તૌકીર શેખની બીજી પણ એક પોસ્ટ શેર કરી હતી, જેમાં તેણે દિલ્હીની સંસદમાં દિલ્હીના રમખાણોનો પ્રશ્ન ઉઠાવવા બદલ ગોગોઇ અને અન્ય લોકોની પ્રશઁસા પણ કરી હતી. તેમણે એવો દાવો કર્યો હતો કે ગોગોઇની પત્નીના પાકિસ્તાન સાથેના સંબંધો ઘણા ઉંડા છે.