નેશનલ

National Crush, Cabinet Minister Chirag Paswan સાથે જોવા મળેલી Mystry Girl કોણ છે?

મોદી સરકાર 3.0માં વધારે એક્ટિવ દેખાઈ રહેલાં લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ)ના ચિરાગ પાસવાન (Lok Janshakti Party’s Chirag Paswan) અત્યારે એકદમ ટ્રેન્ડમાં છે. સોશિયલ મીડિયા પર ચિરાગ પાસવાન છવાઈ ગયો છે. અરે નેટિઝન્સે તો ચિરાગ પાસવાનને નવો નેશનલ ક્રશ પણ જાહેર કરી દીધો છે.

લાખો ફિમેલ ફેનની હાર્ટબીટ બની ગયેલાં ચિરાગના લગ્નની ચર્ચાઓ પણ જોરશોરથી થઈ રહી છે. પરંતુ આ બધા વચ્ચે ચિરાગ પાસવાન મિસ્ટ્રી ગર્લ સાથે જોવા મળતાં જ સોશિયલ મીડિયા પર જાત-જાતની ચર્ચાઓ થઈ રહી છે. આવો જોઈએ કોણ છે આ મિસ્ટ્રી ગર્લ-

સોશિયલ મીડિયા પર હાલમાં એક ફોટો વાઈરલ થઈ રહ્યો છે અને એને કારણે જાત જાતની અટકળો વ્યક્ત કરાઈ રહી છે. આ ફોટોમાં ચિરાગ પાસવાન એક યુવતી સાથે જોવા મળી રહી છે. આ યુવતી સાથેની ક્લોઝનેસને કારણે એવી ચર્ચા પણ ચાલી રહી છે કે કદાચ ચિરાગે પોતાના માટે દુલ્હનિયા શોધી લીધી છે. પણ આજે અમે આ વાત પરથી પડદો ઉઠાવવા જઈ રહ્યા છીએ કે આખરે આ યુવતી કોણ છે અને તે કયા પરિવારમાંથી આવે છે.

વાત જાણે એમ છે કે ચિરાગ પાસવાન સાથે જોવા મળી રહેલી આ યુવતી દિગ્ગજ નેતા અને ઉત્તરાખંડના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન રમેશ પોખરિયાલ નિશંક (Uttarakhand Ex CM Ramesh Pokhariyal Nishank)ની દીકરી આરુષિ નિશંક (Arushi Nishank) છે. આરૂષિ નિશંક સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તે ઈન્સ્ટાગ્રામ પર ફોટો અને સ્ટોરી પોસ્ટ કરતી રહે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આરુષિ નિશંક ફિલ્મોમાં એક્ટિંગ કરે છે અને હાલમાં જ તેની ફિલ્મ તારિણી રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં તેની શાનદાર એક્ટિંગના વખાણ કરવામાં આવ્યા હતા. એક્ટિંગની સાથે સાથે તે સોશિયલ વર્ક સાથે પણ સંકળાયેલી છે. આરુષિ એક એનજીઓ પણ ચલાવે છે અને તેની સ્થાપના પણ તેણે કરી છે.

ચિરાગ પાસવાન અને આરુષિના ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં જ જાત જાતની અટકળો લગાવવામાં આવી રહી છે. લોકોએ તો ચિરાગ પાસવાન (Chirag Paswan)ને લગ્નની શુભેચ્છા પણ આપી રહ્યા છે. એટલું જ નહીં પણ એક છોકરીએ તો કમેન્ટ સેક્શનમાં એવું પણ લખી દીધું હતું કે હાય ભગવાન મારું તો દિલ તૂટી ગયું, હવે હું શું કરીશ? બીજા એક યુઝરે ચિરાગને આરુષિ સાથે લગ્ન કરવાની સલાહ પણ આપી દીધી હતી.

દરમિયાન ચિરાગ પાસવાનનો આજનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર આગની જેમ વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ચિરાગ પાસવાન આજે 18મી લોકસભાના સત્રના પહેલાં દિવસે બ્લ્યુ જિન્સ, વ્હાઈટ કૂર્તો અને માથા પર તિલક લગાવીને પહોંચ્યો હતો. ચિરાગ પાસવાનને કેબિનેટમાં મિનિસ્ટ પણ બનાવવામાં આવ્યા છે. આજે શપથ લીધા બાદ ચિરાગે વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)ને ઝૂકીને પ્રણામ કર્યા હતા અને આ જોઈને પીએમ પણ મંત્રમુગ્ધ થઈને હસી પડ્યા હતા.

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker