26/11 મુંબઇ હુમલાના માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણાના હેડલી અને પાકિસ્તાની કનેક્શનની અજાણી વાતો જાણો

નવી દિલ્હીઃ 2009ના ઑક્ટોબરમાં શિકાગોના ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી મુંબઇ હુમલાના આરોપી ડેવિડ કોલમેન હેડલીની ધરપકડ કરવામાં આવી હતી. હેડલીનો મિત્ર હતો તહવ્વુર રાણા. હવે મુંબઇ આતંકી હુમલાનો આરોપી તહવ્વુર રાણાને ભારત લાવવાનો માર્ગ મોકળો થઇ ગયો છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેની મંજૂરી આપી દીધી છે.
હેડલીએ એક તરકીબ અજમાવી હતી, જ્યારે પણ તે મુશ્કેલીમાં ફસાતો ત્યારે તે સરકારી સાક્ષી બની પોતાની સજા ઓછી કરાવી લેતો હતો. હેડલીએ એફબીઆઇ સામે પણ આ જ તરકીબ અજમાવી અને તેમને આઈએસઆઈ, લશ્કરે તોયબા, અલ કાયદાની અંદરની માહિતી આપી, પણ એફબીઆઇને એટલાથી સંતોષ નહોતો અને તેની કડકાઇથી પૂછપરછ કરવામાં આવી જેમાં હેડલીએ આખરે તહવ્વુર રાણાનું નામ આપી દીધું.
આપણ વાંચો: તો શું 26/11 મુંબઇ હુમલાના માસ્ટર માઇન્ડ અને એલઈટી ચીફ હાફિઝ સઈદના પુત્ર કમાલુદ્દીનની હત્યા થઇ?
દિલ્હી, પુષ્કર અને પુણેમાં બોમ્બ ધડાકાની હતી યોજના
2007માં હેડલી કેટલાક મહિના ભારતમાં રોકાયો હતો. 2011માં એફબીઆઇની પૂછપરછમાં તેણે જણાવ્યું હતું કે મુંબઇ હુમલા પહેલા પુણેની જર્મન બેકરીની રેકી કરી હતી અને દિલ્હી, પુષ્કર, છાબડ હાઉસને બૉમ્બ ધડાકાથી ઉડાવવાની યોજના બનાવી હતી.
મુંબઇમાં હતો ત્યારે જ એને તહવ્વુર રાણાનો સંદેશો મળ્યો હતો, જેમાં પાકિસ્તાની આકાઓએ તેને પુણે જવા જણાવ્યું હતું. તેને પુણેમાં ધમાકા માટે જર્મન બેકરી યોગ્ય લાગી કારણ કે ત્યાં ઘણા વિદેશી આવતા હતા. તેણે જર્મન બેકરી અને દક્ષિણ મુંબઇના વિસ્તારોમાં બૉમ્બ ધડાકા કરવાનું વિચારી લીધું અને પાકિસ્તાનમાં બેઠેલે તેમના આકાઓને ધમાકા માટેના ટાર્ગેટ્સ નક્કી કરીને આપી દીધા હતા.
આપણ વાંચો: ભારતને મળી મોટી સફળતાઃ 26/11 હુમલાના આરોપીના પ્રત્યર્પણ માટે અમેરિકા તૈયાર…
કોલાબામાં એક છોકરી પસંદ પડી પણ..
20 માર્ચથી સાતમી જૂન, 2007 સુધી હેડલી મુંબઈમાં રોકાયો હતો, જ્યાં તે હુમલા માટે યોગ્ય જગ્યા શોધી રહ્યો હતો. હેડલીના નિવેદન મુજબ મને કોલાબાની એક જાણીતી બેકરી મળી હતી, જ્યાં પોતે રેગ્યુલર જતો હતો. કાઉન્ટર પર એક સુંદર યુવતી હતી, જે પસંદ પડી ગઈ હતી અને એ વખતે નક્કી કર્યું હતું કે તેની સાથે મિત્રતા વધારશે અને ડિનર પર લઈ જઈશ. તેને ઈમ્પ્રેસ કરવા માટે બે હજાર રુપિયાની પેસ્ટ્રી ખરીદી લીધી હતી, ત્યાંથી દોસ્તી શરુ કરી હતી, પણ એને બેડ સુધી લઈ જવાની હિંમત કરી શક્યો નહોતો, ત્યારબાદ તેને પુણે જવાનો આદેશ મળ્યો હતો.
લશ્કર એ તૈયબાના આદેશથી મુંબઈની કરી રેકી
હેડલીએ કહ્યું કે મેં લશ્કર એ તૈયબાના આદેશથી પુણે ગયો, જ્યાં પહેલા તો ઓશોના આશ્રમની રેકી કરી હતી, પરંતુ વિસ્ફોટ માટે મને જર્મન બેકરી યોગ્ય લાગી હતી, જે ઈઝરાયલ મૂળના યહુદી લોકોના છાબડ હાઉસ નજીક હતી, સાંજના સમયે આ બેકરીમાં વિદેશીઓ આવતા હતા.
આપણ વાંચો: 26/11ના આતંકવાદી હુમલામાં આવી રીતે બચ્યા હતા ઉદ્યોગપતિ ગૌતમ ‘Adani’
જુલાઈ 2008માં પુણેની ટ્રિપથી પરત આવ્યા પછી મારા ટાર્ગેટ ક્લિયર હતા, ત્યારબાદ હુમલો કરવા માટે મેં દક્ષિણ મુંબઈના વિસ્તારો અને પુણેની જર્મન બેકરી ટાર્ગેટ નક્કી કર્યાં હતા.
હેડલી અને રાણા ઈકબાલ પાસેથી આદેશ લેતા
પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈના મેજર ઈકબાલ પાસેથી હેડલી અને મુંબઈ હુમલાના સહ આરોપી તહવ્વુર હુસૈન રાણાને આદેશ મળતા હતા. કેનેડિયન મૂળ નાગરિક રાણા અને હેડલીએ મુંબઈ હુમલા માટે જગ્યાઓની રેકી કરી હતી અને પોતાના આકાઓને ટાર્ગેટ્સ આપ્યાં હતા.
રાણા પર અમેરિકામાં ત્રણ મોટા કેસ ચાલ્યા
રાણા પર અમેરિકામાં ત્રણ મોટા કેસ ચાલી રહ્યા છે. ડેનિશ અખબારના કાર્યાલય પર આતંકી હુમલામાં મદદ, આતંકી સંગઠન લશ્કરે તયૈબાને આર્થિક મદદ અને મુંબઇ હુમલામાં કાવતરું ઘડવામાં મદદ માટે તેની પર કેસો ચાલ્યા.
આપણ વાંચો: મુંબઇને લોહીલુહાણ કરનારો આતંકી ખતમ
અદાલતે તેને ડેનિશ અખબારના કાર્યાલય પર આતંકી હુમલામાં મદદ, આતંકી સંગઠન લશ્કર એ તૈયબાને આર્થિક મદદના કેસમાં 2013માં 14 વર્ષની સજા ફટકારી. 2020માં તેનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા તેને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો, પણ ભારતે તેનો વિરોધ કર્યો હતો અને ભારતે તેની પ્રત્યાર્પણની માગણી કરી. ભારત અને અમેરિકા વચ્ચે પ્રત્યાર્પણ સંધિ હોવાથી હવે તેનું ભારત પ્રત્યાર્પણ થશે. ટ્રમ્પે આ માટે મંજૂરી આપી દીધી છે.
મુંબઇ આતંકવાદી હુમલો
26 નવેમ્બર, 2008માં મુંબઇમાં આતંકવાદી હુમલો થયો. પાકિસ્તાનના 10 આતંકવાદીઓએ 60 કલાક સુધી દક્ષિણ મુંબઇના મહત્વના સ્થળો પર હુમલો કર્યો, જેમાં 166 લોકોએ જીવ ગુમાવ્યા. પોલીસ અને કમાન્ડોની કાર્યવાહીમાં 9 આતંકવાદી માર્યા ગયા અને એક આતંકવાદી – અજમલ કસાબ જીવતો પકડાયો. નવેમ્બર, 2012માં તેને પુણેની યરવડા જેલમાં ફાંસી આપવામાં આવી હતી.