Swati Maliwal કોણ છે? પર્સનલ લાઈફથી લઈને રાજકીય કારકિર્દી જાણો!

New Delhi: દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીલવાના નિવાસસ્થાનમાં સીએમના પીએ (પર્સનલ આસિસ્ટન્ટ)એ આમ આદમી પાર્ટીનાં સાંસદ સ્વાતિ માલીવાલ (Swati Maliwal)ની મારપીટ સહિત ગેરવર્તણૂકના કિસ્સામાં એફઆઈઆર નોંધાયા પછી મુદ્દો દિવસેદિવસે વિવાદ વધી રહ્યો છે, ત્યારે આ સ્વાતિ માલીવાલ કોણ છે એ સવાલ થાય તો ચાલો જાણી લઈએ પારિવારિક જિંદગીથી લઈને રાજકીય કારકિર્દી.
સ્વાતિ માલીવાલ ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદની છે, જ્યારે પિતા અશોક માલીવાલ એરફોર્સના નિવૃત્ત અધિકારી અને માતા સંગીતા માલીવાલ રિટાયર્ડ સ્કૂલના પ્રિન્સિપાલ છે. સ્વાતિ માલીવાલ આઈટીમાંથી ગ્રેજ્યુએટ થયેલી છે, જ્યારે ગ્રેજ્યુએશન પછી સ્વાતી માલીવાલ અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયોની એનજીઓ સાથે જોડાઈ હતી અને સમાજસેવાનું કામ કરતી હતી. ઈન્ડિયા અગેન્સ્ટ કરપ્શન આંદોલનમાં સૌથી નાની ઉંમરની મેમ્બર પણ રહી ચૂકી છે, ત્યારબાદ રાજકારણમાં એન્ટ્રી કરી હતી.
Also Read – Swati Maliwal મુદ્દે પ્રિયંકા ગાંધી, માયાવતી અને ભાજપનાં નેતાએ આપી આકરી પ્રતિક્રિયા
અન્ના હઝારેના આંદોલન પછી સ્વાતિ માલીવાલ એક મજબૂત પ્રવક્તા અને આમ આદમી પાર્ટીના મજબૂત કાર્યકર્તા તરીકે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલના સલાહકાર તરીકે પણ કામગીરી કરી હતી. 2015માં જ્યારે બીજી વખત દિલ્હીમાં અરવિંદ કેજરીવાલની સરકાર બની ત્યારે દિલ્હી મહિલા પંચનું સુકાન સોંપવામાં આવ્યું હતું.
દિલ્હી મહિલા પંચમાં સૌથી નાની ઉંમરે કામ કરવાની સિદ્ધિ મેળવી હતી. લગભગ નવ વર્ષ સુધી સ્વાતિ માલીવાલે આ પદ પર કામ કર્યું હતું. તેની કામ કરવાની કાર્યશૈલીને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટીએ સ્વાતિ માલીવાલને રાજ્યસભાના સાંસદ બનાવ્યા હતા. હાલમાં રાજ્યસભાનાં સાંસદ પણ છે.
વ્યક્તિગત જિંદગીની વાત કરીએ તો સ્વાતી માલીવાલે નવીન જયહિંદ નામના શખસ સાથે 23 જાન્યુઆરી 2012માં લગ્ન કર્યા હતા. નવીન સાથેની મુલાકાત 2011માં અન્ના હઝારેના નેતૃત્વ હેઠળના આંદોલન વખતે થઈ હતી. નવીન સાથે સ્વાતિનો સંબંધ આઠ વર્ષ સુધી ચાલ્યો હતો, પરંતુ એ સંબંધ પણ વધુ ચાલ્યો નહોતો અને ફેબ્રુઆરી 2020માં બંનેએ છૂટાછેડા લીધા હતા.
સ્વાતિ માલીવાલે સીએમ અરવિંદ કેજરીવાલના પીએ વિભવ કુમારના સામે નોંધાવેલી ફરિયાદ બાદ દિલ્હી પોલીસે એફઆઈઆર નોંધીની વધુ કાર્યવાહી હાથ ધરી છે. વિભવ કુમાર દ્વારા કરવામાં આવેલી ગેરવર્તણૂક મુદ્દે કોર્ટમાં મેજિસ્ટ્રેટ સમક્ષ પણ નિવેદન નોંધાવ્યું છે તેમ જ આ મુદ્દે રાજકીય મહિલા નેતાઓએ પણ આકરી પ્રતિક્રિયા આપી છે.
Also Read –