ટોપ ન્યૂઝનેશનલ

Infosys ફાઉન્ડેશનના ચેરપર્સન સુધા મૂર્તિ રાજ્યસભા માટે નોમિનેટ, PM મોદીએ કર્યું ટ્વિટ

નવી દિલ્હી: ઈન્ફોસિસના સહ-સ્થાપક નારાયણ મૂર્તિની પત્ની (Infosys co-founder Narayan Murthy’s wife) અને પ્રખ્યાત લેખિકા સુધા મૂર્તિને (Sudha Murthy) રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યસભા માટે નોમિનેટ કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે તેણે જ 1981માં ઈન્ફોસિસના લોન્ચિંગ વખતે પોતાના પતિ એનઆર નારાયણમૂર્તિને 10,000 રૂપિયાની લોન આપી હતી. સુધાએ ટીવી શોમાં જણાવ્યું હતું કે તે સમયે તેઓ ભાડાના મકાનમાં રહેતા હતા અને પૈસાની તંગી હતી.

કોણ છે સુધા મુર્તિ? (Who is Sudha Murthy?)
સુધા મૂર્તિ એક ભારતીય શિક્ષક અને લેખિકા છે. આ સિવાય તે ઈન્ફોસિસ ફાઉન્ડેશનની ચેરપર્સન પણ છે. તેણે ઇન્ફોસીસના સહ-સ્થાપક NR નારાયણ મૂર્તિ સાથે લગ્ન કર્યા હતા. 2006 માં, મૂર્તિને ભારત સરકાર દ્વારા તેમના સામાજિક કાર્ય માટે, પદ્મશ્રી, ભારતનો ચોથો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.

તેમનો જન્મ 19 ઓગસ્ટ 1950ના રોજ ઉત્તર કર્ણાટકના શિગાંવમાં થયો હતો. સુધાના પિતાનું નામ આરએચ કુલકર્ણી અને માતાનું નામ વિમલા કુલકર્ણી છે. તેમણે BVB કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજી, હુબલીમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં સ્નાતક થયા.

સુધા 150 વિદ્યાર્થીઓમાંથી એન્જિનિયરિંગ કોલેજમાં પ્રવેશ મેળવનારી પ્રથમ મહિલા હતી. જ્યારે તેણી વર્ગમાં પ્રથમ આવી, ત્યારે કર્ણાટકના મુખ્યપ્રધાનેએ તેણીને મેડલ આપીને સન્માનિત કર્યા. બાદમાં તેણે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સમાંથી કોમ્પ્યુટર સાયન્સમાં માસ્ટર ડિગ્રી મેળવી.

સુધા મૂર્તિ ઔદ્યોગિક જગતમાં એક મોટું અને આદરણીય નામ છે. તે એક શક્તિશાળી પરિવારથી છે, તેમ છતાં લોકો સુધા મૂર્તિની સાદગીથી વધુ પ્રભાવિત છે. અવારનવાર તેમની ઇનસ્પાઇરિંગ સ્ટોરીઝ અને જીવન જીવવાની કળા શીખવતા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે, જેમાંથી દરેકે પ્રેરણા લેવી જોઈએ.

સુધા મૂર્તિએ આઠ નવલકથાઓ લખી છે. તે ભારતની સૌથી મોટી ઓટો મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ અને લોકોમોટિવ કંપની ટેલકોમાં કામ કરનાર પ્રથમ મહિલા એન્જિનિયર પણ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ