નેશનલ

ભારતના 53માં CJI જસ્ટિસ સૂર્યકાંત શર્મા કોણ છે? જાણો તેમના વકીલથી જજ બનવાની સફર

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટના ન્યાયધીશો 65 વર્ષની વયે નિવૃત્ત થાય છે. ચીફ જસ્ટિસની નિવૃત્તીનો સમય નજીક આવ્યો હોય ત્યારે કોલેજિયમ પદ્ધતિ હેઠળ નવા ચીફ જસ્ટિસનું નામ નક્કી કરી દેવામાં આવે છે. આ નામ માટે સુપ્રીમ કોર્ટના વર્તમાન ચીફ જસ્ટિસ ભલામણ કરતા હોય છે. આગામી સમયમાં ભારતના 52માં ચીફ જસ્ટિસ બી.આર. ગવઈ નિવૃત્ત થવાના છે. ત્યારે સુપ્રીમ કોર્ટે કોલેજિયમ પદ્ધતિ દ્વારા 53માં ચીફ જસ્ટિસ તરીકે જસ્ટિસ સૂર્યકાંત શર્માનું નામ જાહેર કર્યું છે.

સૂર્યકાંત શર્માની વકીલથી જસ્ટિસ બનવાની સફર

10 ફેબ્રુઆરી 1962ના રોજ હરિયાણાના હિસાર જિલ્લાના પેટવાર ગામના મધ્યમ વર્ગીય પરિવારમાં સૂર્યકાંત શર્માનો જન્મ થયો હતો. સૂર્યકાંત શર્માએ 1984માં રોહતકની મહર્ષિ દયાનંદ યુનિવર્સિટીમાંથી એલ.એલ.બી.ની ડીગ્રી મેળવી હતી. જ્યારે 2011માં તેમણે કુરુક્ષેત્ર યુનિવર્સિટીમાંથી એલ.એલ.એમ.ની ડીગ્રી મેળવી હતી. કાયદામાં સ્નાતક થયા બાદ તેઓ પોતાની વકીલાતના દમ પર 9 જાન્યુઆરી 2000ના રોજ હરિયાણા સરકારના એડવોકેટ જનરલ બન્યા હતા.

આ પણ વાંચો: બીઆર ગવઈ બાદ કોન બનશે દેશના આગામી CJI? રાષ્ટ્રપતિએ જાહેર કર્યું નામ

હરિયાણા સરકારમાં લાંબો સમય એડવોકેટ જનરલ તરીકે ફરજ બજાવ્યા બાદ તેઓની 9 જાન્યુઆરી 2004ના રોજ પંજાબ અને હરિયાણા હાઈ કોર્ટના જસ્ટિસ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. હરિયાણા હાઈ કોર્ટમાં 14 વર્ષ જસ્ટિસ તરીકે રહ્યા બાદ 2018માં તત્કાલિન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેઓની હિમાચલ પ્રદેશના 23માં ચીફ જસ્ટિસ તરીકે નિમણૂક કરી હતી. હાઈ કોર્ટમાં ચીફ જસ્ટિસ તરીકે ટૂંકો સમય રહ્યા બાદ 2019માં તેઓની સુપ્રીમ કોર્ટના જસ્ટિસ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. હવે તેઓ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસના પદ પર પહોંચી ગયા છે.

જસ્ટિસ તરીકે સૂર્યકાંત શર્માના ચૂકાદા

જસ્ટિસ સૂર્યકાંત બે દાયકાથી વધુનો અનુભવ ધરાવે છે અને તેમણે દેશના મહત્ત્વના મુદ્દાઓ પર ચુકાદા આપ્યા છે, જેમાં નીચેનાનો સમાવેશ થાય છે. તેઓ તે બેન્ચનો ભાગ હતા જેણે વસાહતી યુગના રાજદ્રોહ કાયદા પર રોક લગાવી અને સરકાર તેની સમીક્ષા ન કરે ત્યાં સુધી તેના હેઠળ કોઈ નવી FIR દાખલ ન કરવાનો નિર્દેશ આપ્યો હતો. તેમને સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશન સહિત બાર એસોસિએશનોમાં એક તૃતીયાંશ બેઠકો મહિલાઓ માટે અનામત રાખવાનો શ્રેય આપવામાં આવે છે. તેમણે સશસ્ત્ર દળોમાં કાયમી કમિશનમાં સમાનતા માટે મહિલા અધિકારીઓની અરજીઓ સાંભળી હતી.

આ પણ વાંચો: કોણ બનશે ભારતના આગામી મુખ્ય ન્યાયાધીશ? CJI ગવઈએ આ ન્યાયધીશની ભલામણ કરી

ગેરકાયદેસર દેખરેખના આરોપોની તપાસ માટે સાયબર નિષ્ણાતોની પેનલની નિમણૂક કરતી બેન્ચનો ભાગ હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની 2022ની પંજાબ મુલાકાત દરમિયાન સુરક્ષા ભંગની તપાસ માટે સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશની આગેવાની હેઠળની પાંચ સભ્યોની સમિતિની નિમણૂક કરી હતી. 1967ના અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના નિર્ણયને રદ કરતી બેન્ચનો ભાગ હતા, જેનાથી સંસ્થાના લઘુમતી દરજ્જાની સમીક્ષાનો માર્ગ મોકળો થયો છે.

ચૂંટણી પંચને બિહારમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન પછી ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી દૂર કરાયેલા 6.5 મિલિયન નામોની વિગતો આપવાનો નિર્દેશ આપ્યો. સંરક્ષણ દળો માટે વન રેન્ક, વન પેન્શન (OROP) યોજનાને બંધારણીય રીતે માન્ય જાહેર કરીને તેને સમર્થન આપ્યું. તેમની કારકિર્દીમાં કલમ 370 નાબૂદી, અભિવ્યક્તિની સ્વતંત્રતા, લોકશાહી અને ભ્રષ્ટાચાર જેવા મહત્ત્વના કેસોનો સમાવેશ થાય છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button