નેશનલસ્પેશિયલ ફિચર્સ

કોણ છે અવીવા બેગ? જાણો ગાંધી-વાડ્રા પરિવારની થનારી વહુના નામનો અર્થ અને એટુ ઝેડ માહિતી એક ક્લિક પર…

હાલમાં ગાંધી અને વાડ્રા પરિવારમાં અત્યારે ઉત્સાહ, ઉમંગ અને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી અને રોબર્ટ વાડ્રાના પુત્ર રેહાન વાડ્રાએ પોતાની લોન્ગ ટાઇમ ગર્લફ્રેન્ડ અવીવા બેગ સાથે સગાઈ કરી હોવાના સમાચાર સામે આવ્યા છે.

સોશિયલ મીડિયા પર રેહાન અને અવીવાના ફોટો વાઈરલ થયા બાદ લોકોમાં કુતૂહલ જાગ્યું છે કે કોણ છે આખરે અવીવા બેગ, જે વાડ્રા પરિવારની પુત્રવધૂ બનવા જઈ રહી છે. ચાલો તમને અહીં જણાવીએ-

આપણ વાચો: પ્રિયંકા ગાંધીના પુત્રે મુસ્લિમ ગર્લફ્રેન્ડ સાથે સગાઈ કરી, અવિવા સેલિબ્રિટી પરિવારની છે દીકરી

કોણ છે અવીવા બેગ?

સૌથી પહેલાં તો એ જાણીએ કે આખરે કોણ છે આ અવીવા બેગ? તમારી જાણકારી માટે કે રેહાન વાડ્રા અને અવીવા બેગ છેલ્લા લગભગ સાત વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. બંનેએ પોતપોતાના ફિલ્ડમાં કરિયરની બનાવવાની સાથે રિલેશનશિપને પણ ખૂબ જ મેચ્યોરિટી સાથે હેન્ડલ કરી છે.

હાલમાં જ અવીવાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઈન્સ્ટાગ્રામ પર રેહાન સાથેની એક ક્લોઝ તસવીર શેર કરી હતી, જેને તેણે ‘હાઈલાઈટ્સ’ સેક્શનમાં ત્રણ હાર્ટ ઇમોજી સાથે મૂકીને આ સંબંધ પર મહોર મારી દીધી છે.

આપણ વાચો: અમેઠીથી ટિકિટ ના મળી તો નિરાશ થઈ ગયા રોબર્ટ વાડ્રા, ફેસબુક પર લખ્યું કે…

બેગ પરિવાર અને ગાંધી પરિવારનો જૂનો સંબંધ

અવીવા જે ‘બેગ ખાનદાન’ માંથી આવે છે, જેનો ગાંધી પરિવાર સાથે પેઢીઓ જૂનો સંબંધ છે. કહેવાય છે કે બેગ પરિવારનો પરિચય ઇન્દિરા ગાંધીના સમયથી ગાંધી પરિવાર સાથે રહ્યો છે. પ્રિયંકા ગાંધી અને રોબર્ટ વાડ્રા સાથે પણ આ પરિવારની સારી ફ્રેન્ડશિપ છે, આ મિત્રતા હવે પારિવારિક સંબંધમાં પરિવર્તિત થવા જઈ રહી છે.

શું કરે છે અવીવા બેગ?

અવીવા બેગ એક પ્રોફેશનલ ફોટોગ્રાફર તો છે જ છે પણ તે ટ્રાવેલિંગની પણ ખૂબ જ શોખીન છે. તેની ઈન્સ્ટાગ્રામ પ્રોફાઇલ લંડન, બાર્સેલોના, ફ્રાન્સ, ક્રોએશિયા અને બેંગકોક જેવી ફોરેન સિટીની મુલાકાક લીધી છે. આ સિવાસ અવીવાએ ભારતમાં દિલ્હી, લદ્દાખ, નાગપુર અને બનારસ જેવા શહેરોના સુંદર ફોટા પણ પોતાની પ્રોફાઈલ પર શેર કર્યા છે.

એટલું જ નહીં, તેણે વાયનાડની પણ મુલાકાત લીધી છે, જે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીનો ગઢ ગણાય છે. ફોટોગ્રાફી અને ટ્રાવેલિંગ સિવાય અવીવા બેગ એક સારી ફૂટબોલર પણ છે. તે નેશનલ લેવલની ખેલાડી રહી ચૂકી છે.

આપણ વાચો: અમેઠી-રાયબરેલીથી કોણ ચૂંટણી લડશે? AK એન્ટોનીએ આપ્યા આ સંકેતો, રોબર્ટ વાડ્રાને લઈને કહી આ વાત

અવીવા બેગ નામનો શું થાય છે અર્થ?

અવીવા નામ ખૂબ જ રેર છે. એટલે તેના નામનો ઈતિહાસ ખણખોદ કરતાં ખૂબ જ ઈન્ટરેસ્ટિંગ માહિતી જાણવા મળી હતી. ‘અવીવા’ શબ્દના મૂળિયા હિબ્રૂ કે અરબી સાથે જોડાયેલા છે અને એનો અર્થ ‘જીવન’, ‘પ્રકાશ’ અથવા ‘સકારાત્મક ઊર્જા’ એવો થાય છે.

વાત કરીએ બેગ અટકની તો તે તુર્કી અને ફારસી મૂળની છે, જેનો પરંપરાગત અર્થ ‘શ્રીમાન’ અથવા ‘સન્માનનીય વ્યક્તિ’ થાય છે. મધ્ય એશિયા અને મુસ્લિમ સમાજમાં આ અટક પ્રતિષ્ઠા અને રાજવી ઓળખનું પ્રતીક માનવામાં આવે છે.

ફેશન અને બ્યુટીમાં આપે બોલીવૂડ એક્ટ્રેસને ટક્કર

જ્યારથી અવીવા બેગ અને રેહાન વાડ્રાના ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થયા છે ત્યારથી લોકોએ અવીવાનો ઈતિહાસ, ભૂગોળ જાણવા માટે ઈન્ટરનેટ પર ખણખોદ કરવાનું શરૂ કરી દીધું છે. અવીવાના ફોટો જોતાં જ ખ્યાલ આવે છે કે તે સુંદરતા અને ફેશન સેન્સના મામલામાં બોલીવૂડ એક્ટ્રેસને ટક્કર આપે છે.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button