આ કોના ફેન થઈ ગયા PM Narendra Modi? સોશિયલ મીડિયા પર શેર કરી કહી આવી વાત…
ભારતના Prime Minister Narendra Modiની લોકપ્રિયતા, ફેન ફોલોઈંગ માત્ર ભારત જ નહીં પણ સમગ્ર વિશ્વમાં છે. લોકો જેના ફેન છે એ વ્યક્તિ જ્યારે કોઈની ફેન બને ત્યારે તો વાત જ કંઈક અલગ હોય છે અને આવું જ કંઈ PM Modi સાથે બન્યું છે. આખી દુનિયા એમની ફેન છે અને પીએમ મોદીએ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને પોતે કોના ફેન છે એનો ખુલાસો કર્યો છે. આવો જોઈએ કોણ છે એ કે જેણે PM Modiને પોતાના ફેન બનાવ્યા છે…
હાલમાં આખો દેશ રામલલ્લાની સ્વાગાતની તૈયારીઓમાં વ્યસ્ત છે અને રામના રંગમાં રંગાઈ ગયો છે. 22મી જાન્યુઆરીના અયોધ્યા ખાતે રામલલ્લાની પ્રતિષ્ઠા કરવામાં આવશે. આખા દેશમાં આ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈને ઉત્સાહ અને ઉમંગનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે સોશિયલ મીડિયા પર રામ મંદિર અંગેનું એક સુંદર અને કર્ણપ્રિય ભજન ખૂબ જ વાઈરલ થઈ રહ્યું છે આ ભજન સ્વાતિ મિશ્રા નામની સિંગરે ગાયું છે અને તે બિહારના છપરાની રહેવાસી છે.
श्री राम लला के स्वागत में स्वाति मिश्रा जी का भक्ति से भरा यह भजन मंत्रमुग्ध करने वाला है…#ShriRamBhajanhttps://t.co/g2u1RhPpqO
— Narendra Modi (@narendramodi) January 3, 2024
PM Modi પણ આ ભજનના ફેન થઈ ગયા છે અને તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર તેની લિંક પોસ્ટ કરતાં ભજનના ખૂબ જ વખાણ કર્યા છે. ભજનના શબ્દો છે મેરી ઝોપડી કે ભાગ આજ ખુલ જાયેંગે, રામ આયેંગે અંગના સજાઉંગી…
PM Narendra Modiએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરતાં લખ્યું હતું કે શ્રી રામલલ્લાના સ્વાગતમાં સ્વાતિ મિશ્રાજીનું આ ભક્તિથી ભરપૂર આ ભજન ખરેખર મંત્રમુગ્ધ કરનારું છે અને આ મંત્રમુગ્ધ કરનારું ભજન સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યું છે. લોકો ઈન્સ્ટાગ્રામ પર આ ભજનની લાઈન્સની અલગ અલગ Reels બનાવી રહ્યા છે. આ ભજનની યૂટ્યુબ લિંક શેર કરતાં પીએમ મોદીએ સ્વાતિ મિશ્રાના ભરપેટ વખાણ કર્યા છે. અત્યાર સુધીમાં આ ભજનને અત્યાર સુધીમાં 42 મિલિયન વ્યૂઝ મળી ચૂક્યા છે.
જોકે, PM Modi પહેલાં અનેક લોકો સ્વાતિ મિશ્રાના આ ભજનને શેર કરી ચૂક્યા છે, જેમાં કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ, અશ્વિની કુમાર ચૌબે, યુપી સીએ યોગી આદિત્યનાથ અને આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમા સહિત ઘણા લોકોએ આ ભજનની થીમ પર બનેલા વીડિયોને ફેસબુક પર શેર કરી ચૂક્યા છે.
હાલમાં રામ આયેંગે તો અંગના સજાઉંગી… સ્વાતિ મિશ્રાનું આ ભજન ટ્રેન્ડમાં છે. ઈન્સ્ટાગ્રામ પર આ ભજન પર ઘણા લોકો રીલ્સ બનાવીને શેર કરી રહ્યા છે. આ ઉપરાંત સ્વાતિ મિશ્રાના બીજા ઘણા ગીતો પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ ચૂક્યા છે.