વિધાનસભા ચૂંટણી, દતિયામાં પ્રિયંકા ગાંધીએ કોના પર સાધ્યું નિશાન?
દતિયા: અત્યારે મધ્ય પ્રદેશમાં ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. અહી ભાજપ અને કાંગ્રેસની જોરદાર ટક્કર થવાની છે ત્યારે એમપીમાં આજે ચૂંટણી પ્રચારનો છેલ્લો દિવસ છે. ત્યારે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ગૃહ પ્રધાન નરોત્તમ મિશ્રાના વિસ્તાર દતિયામાં ચૂંટણી રેલી કરી હતી. પહેલીવાર પ્રિયંકા ગાંધીએ ચૂંટણી રેલી દરમિયાન કેન્દ્રીય પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયા પર નિશાન સાધ્યું હતું. તેમણે યુપી ચૂંટણીમાં પ્રચારની ઘટનાઓનો પણ ઉલ્લેખ કરતા કહ્યું હતું કે તેનો અહંકાર વાહ ભાઈ વાહ, આ સાથે તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર પણ પ્રહારો કર્યા હતા.
આ ઉપરાત તેમણે કહ્યું હતું કે ભાજપના તમામ નેતાઓ ખૂબ જ વિચિત્ર પ્રકારના છે. અને આ બધામાં સૌથી પહેલા આપણા સિંધિયા જી છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ સિંધિયાના કદ પર પણ કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે તે ઊંચાઈમાં ભલે નાના હોય પરંતુ અહંકારમાં તો વાહ ભાઈ વાહ. જ્યારે અમે યુપીમાં કામ કરતા હતા ત્યારે યુપીના લોકોને તેમની ફરિયાદ, નારાજગી અને ગુસ્સો ઘણી વાર તેમની પર વ્યક્ત કરતા હતા.
આ ઉપરાંત પ્રિયંકા ગાંધીએ તેમના પર વધુ જોરદાર પ્રહારો કરતા કહ્યું હતું કે આ સરકારે સાડા ત્રણ વર્ષમાં માત્ર 21 નોકરીઓ આપી છે. આ ઉપરાંત તેમણે પીએમ મોદી પર પણ આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે પીએમ મોદી વિશે તો પૂછવું જોઈએ જ નહીં. તેઓ દેશના પહેલા એવા વડા પ્રધાન છે કે જેઓ પોતાના જ પ્રશ્ર્નોથી કાયમ માટે પરેશાન હોય છે. આ ઉપરાત તેમણે સલમાન ખાનની તેરે નામ ફિલ્મના કેરેક્ટર સાથે પીએમ મોદીને સરખાવીને કહ્યું હતું કે તે પણ તે પાત્રની જેમ કાયમ પોતાના દુ:ખ માટે રડતા જ હોય છે.