પીએમ નરેન્દ્ર મોદી આ કોને મળવા પહોંચ્યા, કેમ કહ્યું Thank You?
નવી દિલ્હીઃ હાલમાં જ દિલ્હીના ભારત મંડપમમાં G-20ની બે દિવસીય બેઠક પૂરી થઈ અને આ બેઠકમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. સફળતાપૂર્વક આ સમિટ પૂરી થયા બાદ તમામ દેશોના મહાનુભાવો પોતપોતાના દેશ પાછા ફરી ચૂક્યા છે. દરમિયાન વડા પ્રધાન અમુક ખાસ લોકોને મળવા પહોંચ્યા છે, જેના વિશે આજે આપણે અહીં વાત કરવાના છીએ.
ભારતના પ્રધાનો અને અધિકારીઓએ દરેક દેશના વડા અને પ્રતિનિધિને માનભેર વિદાય આપી હતી. પણ આ બધા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અચાનક અમુક ખાસ લોકોને મળવાની અને મીટિંગ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. હવે તમે વિચારી રહ્યા હોવ કે આટલા બધા દેશના લોકોને મળી લીધા બાદ આખરે કોને મળવાનું બાકી રહી ગયું કે પીએમ મોદી ખુદ એમને મળવા પહોંચી ગયા? તમારી જાણ માટે કે આ એ લોકો હતા કે જેમણે ભારત મંડપમના માધ્યમથી દેશ-દુનિયામાં ભારતની ‘સ્વચ્છ અને સાફ-સૂથરી’ છબિ રજૂ કરવામાં મહત્ત્વનો ફાળો નોંધાવ્યો હતો.
અલકા જૂન એક ખાનગી કંપની ચલાવે છે અને આ કંપની સાફ-સફાઈનું કામ કરે છે. આ જ કંપનીને G-20 મીટિંગ દરમિયાન મંડપમની અંદર સ્વચ્છતા માટે જવાબદાર સોંપવામાં આવી હતી. અલકા જૂને આ બાબતે માહિતી આપતા જણાવ્યું હતું કે અમારા માટે એ સૌથી ગર્વની ક્ષણ કે જ્યારે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી ખુદ સામે ચાલીને અમારી પાસે આવ્યા અને અમારા ખબર-અંતર પૂછ્યા હતા.
મીટિંગ પૂરી થયા બાદ 10મી સપ્ટેમ્બરના સાંજે આશરે સાતેક વાગ્યે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમને મળવા માટે આવ્યા હતા. અમારામાંથી કોઈને બિલકુલ આશા નહોતી કે સ્ટાફને બિલકુલ આશા નહોતી કે વડા પ્રધાન અમને મળવા આવશે. તેઓ આવ્યા અને આવતાની સાથે અમને પૂછ્યું કે તમારા ચહેરા પર સ્માઈલ નથી. એવું લાગી રહ્યું છે કે તમે લોકો ખૂબ જ થાકી ગયા છો, પરંતુ હું અહીંયા તમારો આભાર માનવા જ આવ્યો છું તમે આટલા વિશાળ આયોજનને સફળ બનાવવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર, એવું વધુમાં અલકાએ જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેનીય છે કે આ કંપની મેઈન્ટેનન્સ સહિતની સફાઈનું કામ-કાજ કરે છે. આ કંપનીમાં આશરે 500 લોકો કામ કરી રહ્યા છો. તમામ કંપનીના કર્મચારીઓને બે શિફ્ટમાં ડિવાઈડ કરી દેવામાં આવ્યા હતા અને વ્યવસ્થા સાચવવામાં આવી હતી.