Bangaladesh માં કોણ કરી રહ્યું છે ફરીથી સરકાર ઉથલાવવાનું ષડયંત્ર, મુહમ્મદ યુનુસે કર્યો દાવો

નવી દિલ્હી : બાંગ્લાદેશમાં(Bangaladesh)ગત વર્ષે શેખ હસીના સરકારના પતન પછી દેશમાં સતત અસ્થિરતા ચાલી રહી છે. અવામી લીગના નેતાઓ અને કાર્યકરો પર હુમલા થઈ રહ્યા છે. તેવા સમયે ગયા વર્ષે સત્તા સંભાળનારા મુહમ્મદ યુનુસે એક ઇન્ટરવ્યુમાં દાવો કર્યો છે કે દેશમાં અસ્થિરતા ફેલાવવાનું કાવતરું ચાલી રહ્યું છે.
તેમણે કહ્યું કે એક ભાગેડુ જૂથ દેશને અસ્થિર કરવા માટે તમામ પ્રયાસો કરી રહ્યું છે.મુહમ્મદ યુનુસે કહ્યું, આ ખતરો હંમેશા દરેક જગ્યાએ રહે છે. જે લોકો દેશ છોડી ગયા છે. તેવો બહારથી પરિસ્થિતિને અસ્થિર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
આપણ વાંચો: આ ગુજરાત છે પાકિસ્તાન કે બાંગ્લાદેશ નહીં, જાણો ક્યા મામલે VHP ભડક્યું શિક્ષિણ સમિતિ પર…
યુનુસને ડર હતો કે પરિસ્થિતિ વધુ વણસી શકે છે
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેઓ હાંકી કાઢવામાં આવેલી અવામી લીગને ખતરો માને છે.ત્યારે તેમણે સ્પષ્ટપણે કહ્યું, બિલકુલ સ્પષ્ટ છે તેઓ સતત જાહેરાતો કરી રહ્યા છે. ભાષણો આપી રહ્યા છે અને જનતાને ઉશ્કેરી રહ્યા છે.
આવામી લીગના નેતાઓ જાહેર સભાઓ કરી રહ્યા છે અને હડતાળ અને વિરોધ જેવા કાર્યક્રમોની જાહેરાત કરી રહ્યા છે. યુનુસને ડર હતો કે પરિસ્થિતિ વધુ વણસી શકે છે અને આ બધું શાંતિપૂર્ણ રીતે ઉકેલાશે નહીં.
લઘુમતીઓ સામે હિંસા
શેખ હસીના સરકારના પતન પછી બાંગ્લાદેશમાં સતત અસ્થિરતા ચાલી રહી છે. આવામી લીગના નેતાઓ અને કાર્યકરો પર હુમલા થઈ રહ્યા છે. લઘુમતીઓ સામે હિંસાના કિસ્સાઓ પણ પ્રકાશમાં આવી રહ્યા છે. યુનુસ વહીવટીતંત્ર અત્યાર સુધી પરિસ્થિતિને સંપૂર્ણપણે કાબુમાં લેવામાં નિષ્ફળ ગયું છે.
આપણ વાંચો: બાંગ્લાદેશને વિદેશ પ્રધાન એસ. જયશંકરે સ્પષ્ટ કહ્યું, નક્કી કરો સંબંધો કેવા ઈચ્છો છો?
જનતા ફરીથી હસીનાના પક્ષમાં જઈ શકે છે
તાજેતરના બાર એસોસિએશનની ચૂંટણીમાં અવામી લીગની જીતે સરકાર માટે પડકાર ઉભો કર્યો છે. યુનુસ વહીવટીતંત્રને આર્મી ચીફની ચેતવણી અને વિદ્યાર્થી સંગઠનોમાં વધતો અસંતોષ સરકાર માટે નવી સમસ્યાઓ ઊભી કરી શકે છે. વહીવટીતંત્રને ચિંતા છે કે જનતા ફરીથી હસીનાના પક્ષમાં જઈ શકે છે. હસીના સરકારના કાર્યકાળ દરમિયાન થયેલા ગુનાઓની યાદી તૈયાર કરવાની કવાયત પણ આ રણનીતિનો એક ભાગ માનવામાં આવી રહી છે.
રાજકીય અસ્થિરતા વધી રહી છે
હાલ, બાંગ્લાદેશમાં રાજકીય અસ્થિરતા વધી રહી છે અને યુનુસ વહીવટીતંત્ર પર જનતા અને વિપક્ષનું દબાણ સતત વધી રહ્યું છે. આગામી દિવસોમાં પરિસ્થિતિ વધુ વણસી શકે છે કારણ કે વિરોધ પક્ષો વિરોધ અને આંદોલનને વધુ તીવ્ર બનાવી શકે છે.