ઓનલાઈન મની ગેમના નિયમો તોડનારાઓને થશે આટલી સજા, બિલમાં અનેક જોગવાઈઓ | મુંબઈ સમાચાર
નેશનલ

ઓનલાઈન મની ગેમના નિયમો તોડનારાઓને થશે આટલી સજા, બિલમાં અનેક જોગવાઈઓ

નવી દિલ્હી : કેન્દ્ર સરકારે ઓનલાઈન મની ગેમના દુષણને નાથવા માટે લોકસભામાં મહત્વપૂર્ણ બિલ રજુ કર્યું છે. જેનો હેતુ ઓનલાઈન મની ગેમ્સ અને સટ્ટાબાજી પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવાનો છે.એક અંદાજ મુજબ દર વર્ષ 45 કરોડ લોકો ઓનલાઈન મની ગેમમાં સપડાઈને રૂપિયા 20,000 હજાર કરોડની રકમ ગુમાવે છે.

ગેમિંગ બિલના ત્રણ મહત્વના હિસ્સા

ઓનલાઈન ગેમિંગ બિલના ત્રણ મહત્વના હિસ્સા છે. જેમાં પ્રથમ ઈ સ્પોર્ટ્સ છે. જેના માધ્યમથી ઈ -સ્પોર્ટ્સને પ્રથમ વાર કાનૂની માન્યતા આપવામાં આવશે. જેમાં અત્યાર સુધી દેશમાં ઓનલાઈન સ્પોર્ટ્સ ગેમનો કોઈ કાયદેસર આધાર નથી.

આ ઉપરાંત બીજો હિસ્સો ઓનલાઈન સોશિયલ ગેમ્સનો છે. જેમાં સરકાર ઓનલાઈન ગેમ્સને કાયદેસરતા આપવાનો પ્રસ્તાવ મુક્યો છે. આ ગેમ્સ સામાન્ય લોકોને અભ્યાસ અને તાલીમ આપવાનું કામ કરશે.

આપણ વાંચો: IPLની શરૂઆત સમયે કેન્દ્ર સરકારની મોટી કાર્યવાહી; 300થી વધુ ઓનલાઈન મની ગેમિંગ સાઇટ કરી બ્લોક

ઓનલાઈન મની ગેમ્સ પર પ્રતિબંધ મુકવાનો પ્રસ્તાવ

જયારે આ પ્રસ્તાવનો ત્રીજો અને મહત્વનો હિસ્સો ઓનલાઈન મની ગેમ્સ પર પ્રતિબંધ મુકવાનો છે. જેમાં આ ગેમને પ્રમોટ કરનારી અને અને ગેમિંગ સર્વિસ આપતી કંપનીઓ પર કડક કાર્યવાહી કરવામાં આવશે. જેમાં ઓનલાઈન મની
ગેમ્સની જાહેરાત કરનારા અને ફંડ ટ્રાન્સફર કરનારાઓ પર સજાની જોગવાઈ છે .

આપણ વાંચો: ગેમિંગના શોખમાં મેનેજર બન્યો ‘ઠગ’: શોરૂમની 68 ગાડીઓ બારોબાર વેચીને આચરી 9.71 કરોડની છેતરપિંડી

ઓનલાઈન મની ગેમિંગ સેવા આપનારને ત્રણ વર્ષની જેલની સજા

જેમાં સજાની જોગવાઈની વાત કરીએ તો, ઓનલાઈન મની ગેમિંગ સેવા આપનારને ત્રણ વર્ષની જેલની સજા અથવા 1 કરોડ રૂપિયા દંડ, જયારે ઓનલાઈન મની ગેમિંગ સેવાની જાહેરાત કરનારાને બે વર્ષ સુધી જેલની સજા અથવા 50 લાખ રૂપિયાની દંડની સજાની જોગવાઈ છે. તેમજ જો કોઈ વાંરવાર નિયમોનો ભંગ કરે તો સજા વધારીને પાંચ વર્ષ કરવાની જોગવાઈ છે. તેમજ દંડની રકમ પણ વધારવામાં આવી શકે છે.

બિલ કાયદો બનતા જ 400 થી વધુ કંપનીઓ બંધ થશે

આ અંગે ઇન્ડિયા ગેમિંગ ફાઉન્ડેશનના અહેવાલ અનુસાર, નાણાકીય વર્ષ 2025માં આ સેક્ટરમાં 31 હજાર કરોડ રૂપિયાની આવક મેળવી હતી. જેમાંથી 20 હજાર કરોડ રૂપિયા પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ રીતે કર ભરવામાં આવ્યો છે.
તેમજ છેલ્લા નાણાકીય વર્ષમાં ભારતમાં 50 કરોડથી વધારે લોકો ઓન લાઈન મની ગેમ સેવાનો ઉપયોગ કર્યો છે. તેમજ આ બિલ કાયદો બનતા જ 400 થી વધુ કંપનીઓ બંધ થશે એન બે લાખ રોજગારને અસર થશે.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button