ટોપ ન્યૂઝનેશનલ

રાજા-રાણી મેળવશે પ્રજાનો મત, કમળના નિશાન પર રાજવી પરિવારના આ સભ્યો ચૂંટણી મેદાને

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી (Loksabha Election 2024) માટે ભાજપના ઉમેદવારોની બીજી યાદીમાં (BJP 2nd list) બે રાજવી પરિવારના વંશજોના નામ પણ સામેલ છે. 72 ઉમેદવારોની આ યાદીમાં ત્રિપુરાની મહારાણી કૃતિ સિંહ દેબબર્મા (ripura’s Maharani Kriti Singh Debbarma) અને ભૂતપૂર્વ મૈસૂર રાજવી પરિવારના વડા યદુવીર કૃષ્ણદત્ત ચામરાજ વાડિયારનું (Mysuru royal family Yaduveer Krishnadutt Chamaraj Wadiyar) નામ પણ છે. ભાજપે ત્રિપુરા પૂર્વ બેઠક પરથી કૃતિ સિંહ દેબબરમાને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે વાડિયાર વંશના ‘રાજા’ મૈસૂર બેઠક પરથી ચૂંટણી લડશે.

જો કે, ભાજપે અત્યાર સુધીમાં તેની બે યાદીઓમાં કુલ 267 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જો કે આ પૈકી 2 ઉમેદવારોએ પોતાના નામ પાછા ખેંચી લીધા છે. હજુ સુધી પાર્ટીએ આ બંને ઉમેદવારોના સ્થાને અન્ય કોઈ નામની જાહેરાત કરી નથી.

ભાજપ દ્વારા જાહેર કરાયેલ ઉમેદવારોની બીજી યાદીમાં મહારાષ્ટ્ર અને કર્ણાટકમાંથી 20-20, ગુજરાતમાંથી 7, હરિયાણા અને તેલંગાણામાંથી 6-6, મધ્યપ્રદેશમાંથી 5, દિલ્હી, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ અને ત્રિપુરામાંથી 2-2 ઉમેદવારોના નામ છે. દાદર અને નગર હવેલીમાંથી 1-1 ઉમેદવારની જાહેરાત કરવામાં આવી છે.

જાણો કોણ છે મહારાણી કૃતિ સિંહ દેબબર્મા? (who is Maharani Kriti Singh Debbarma?)

મહારાણી કૃતિ સિંહ દેબબર્મા ટીપ્રા મોથા પાર્ટીના સ્થાપક અને ત્રિપુરા રાજવી પરિવારના વડા પ્રદ્યોત માણિક્ય દેબબર્માની મોટી બહેન છે. આગામી લોકસભાની ચૂંટણીમાં તે પ્રથમ વખત ચૂંટણી લડશે. જોકે તેમના માતા-પિતા રાજકારણમાં સક્રિય હતા અને કોંગ્રેસ પાર્ટીના સભ્ય હતા. તેમના પિતા કિરીટ બિક્રમ દેબબર્મા ત્રણ વખત સાંસદ હતા અને તેમની માતા બિભુ કુમારી દેવી બે વખત કોંગ્રેસના ધારાસભ્ય હતા અને ત્રિપુરાના મહેસૂલ મંત્રી તરીકે પણ સેવા આપી હતી. કિરીટ દેબબર્મા ત્રિપુરાના છેલ્લા રાજા પણ હતા.

કિરીટ બિક્રમ કિશોર માણિક્યની સૌથી નાની પુત્રી કૃતિએ શિલોંગના લોરેટો કોન્વેન્ટમાંથી શાળાનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. આ પછી તેમણે ગુજરાતમાં ડિપ્લોમા ઇન એન્વાયર્નમેન્ટલ એજ્યુકેશન એન્ડ મેનેજમેન્ટ પ્રોગ્રામ તેમજ સિનિયર મેનેજમેન્ટ એન્ડ રૂરલ ડેવલપમેન્ટ કોર્સ કર્યો. તે 1992 થી 1994 સુધી શિલોંગમાં એનિમલ વેલફેર ઓફિસર હતા. તેણીના લગ્ન છત્તીસગઢના પૂર્વ કવર્ધા રાજ શાહી પરિવારના વંશજ યોગેશ્વર રાજ સિંહ સાથે થયા હતા.

કૃતિ સિંહ દેબબર્મા તેના ભાઈની પાર્ટીની સભ્ય છે, પરંતુ તે BJPના સિમ્બોલ હેઠળ ચૂંટણી લડશે. ટિપ્રા મોથા તાજેતરમાં ત્રિપુરામાં ભાજપની આગેવાની હેઠળની સરકારમાં જોડાયા બાદ દેબબર્માની ઉમેદવારી આવી છે. કૃતિ સિંહની બહેન કુમારી પ્રજ્ઞા દેબબર્માએ 2019ની લોકસભા ચૂંટણીમાં ત્રિપુરા પૂર્વ બેઠક પરથી ચૂંટણી લડી હતી.

જાણો કોણ છે યદુવીર કૃષ્ણદત્ત ચામરાજા વાડિયાર? (Know who is Yaduveer Krishnadatta Chamaraja Wadiyar?)

BJPની બીજી યાદીમાં સામેલ બીજું નામ મૈસુરના રાજવી પરિવારના યદુવીર કૃષ્ણદત્ત ચામરાજા વાડિયારનું છે. 32 વર્ષીય યદુવીર જયરામચંદ્ર વાડિયારનો પૌત્ર છે. જયરામચંદ્ર વાડિયાર મૈસુરના 25મા અને છેલ્લા રાજા હતા.

યદુવીર તેના કાકા અને વાડિયાર વંશના 26મા રાજા શ્રીકાંતદત્ત નરસિંહરાજા વાડિયારના રાજકીય વારસાને આગળ વધારશે. શ્રીકાંતદત્ત નરસિંહરાજા વાડિયાર ચાર વખત મૈસૂરથી સાંસદ રહી ચૂક્યા છે. યદુવીરને 2015 માં ભૂતપૂર્વ મૈસૂર શાહી પરિવારના વડા તરીકે તાજ પહેરાવવામાં આવ્યો હતો. આ પછી તે વાડિયાર વંશનો 27માં ‘રાજા’ બન્યા.

યદુવીરને તેમના પતિ શ્રીકાંતદત્ત વાડિયારના મૃત્યુ પછી પ્રમોદા દેવી વાડિયારે દત્તક લીધા હતા. યદુવીરનું પ્રારંભિક શિક્ષણ બેંગ્લોરની વિદ્યાનિકેતન સ્કૂલમાં થયું હતું. આ પછી તેણે અમેરિકાની મેસેચ્યુસેટ્સ યુનિવર્સિટીમાંથી ઉચ્ચ શિક્ષણ મેળવ્યું. તેમણે અંગ્રેજી સાહિત્ય અને અર્થશાસ્ત્રમાં ડિગ્રી મેળવી છે. તેઓ પ્રથમ વખત ચૂંટણી લડી રહ્યા છે અને ભાજપે તેમને મૈસૂર બેઠક પરથી ટિકિટ આપી છે, જ્યાં રાજવી પરિવારનો નોંધપાત્ર પ્રભાવ છે.

વાડિયાર વંશે 1399 થી 1947 સુધી મૈસુર રાજ્ય પર શાસન કર્યું, જેના છેલ્લા રાજા જયચામરાજેન્દ્ર વાડિયાર હતા, જેમણે 1940 થી 1947 માં ભારતની આઝાદી સુધી શાસન કર્યું. 1950માં ભારત પ્રજાસત્તાક બન્યું ત્યાં સુધી તેઓ મૈસુરના રાજા રહ્યા. યદુવીર વાડિયાર રાજકુમારી ગાયત્રી દેવીના પૌત્ર છે, જે જયચામરાજેન્દ્ર વાડિયારની મોટી પુત્રી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ