નેશનલ

લોકોએ વીજળી અંગે ફરિયાદ કરી તો નેતાજીએ લગાવ્યા જય શ્રી રામના નારા, ઉર્જા પ્રધાન એકે શર્માનો વીડિયો વાયરલ

લખનઉ, ઉત્તર પ્રદેશઃ લોકોને કોઈ પ્રશ્ન હોય તો સ્વાભાવિક છે કે, તેઓ પોતાના પ્રતિનિધિ કે જેને મત આપીને સરકારમાં મોકલ્યો હોય તેને જાણ કરે અને તેનો ઉકેલ લાવી આપવા માટે વિનંતી પણ કરે! પરંતુ જો આ પ્રતિનિધિ લોકોની વાત જ ના સાંભળે તો? ગુજરાતના ભૂતપૂર્વ IAS અરવિંદ કુમાર શર્મા જેઓ લાંબા સમયથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કામ કરી ચૂક્યા છે, આ નેતાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

સોશિયલ મીડિયામાં એકે શર્માની થવા લાગી નિંદાઓ

આ વીડિયોમાં યુપીના લોકો ઉત્તર પ્રદેશની યોગી સરકારમાં ઉર્જા મંત્રી તરીકે કાર્યરત એકે શર્માને વીજળીની સમસ્યા અંગે ફરિયાદ કરી રહ્યાં છે. ત્યારે એકે શર્મા લોકોને ખાતરી આપવાને બદલે, માત્ર જય શ્રી રામ કરીને કારમાં બેસી જાય છે. લોકો એકે શર્માના આ વીડિયોની આકરી ટીકા કરી રહ્યા છે. શું ધર્મના નામે ચૂંટણીમાં મતદાન કર્યા પછી લોકોને વીજળી માંગવાનો અધિકાર નથી? જો સામાન્ય જનતા રસ્તા, વીજળી, શિક્ષણ, રોજગાર વગેરે માંગવા લાગે ત્યારે આ ઠેકેદારો કેમ દૂર ભાગે છે? આ મામલે સરકાર જવાબ આવવો જ પડે. અત્યારે એકે શર્માની સોશિયલ મીડિયામાં ખૂબ જ આલોચના થઈ રહી છે.

લોકોએ સમસ્યા જણાવી તો નેતાજી ભાગવા લાગ્યા!

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં ઉત્તર પ્રદેશની જનતાની દુર્દશા જણાવી રહ્યાં છે અને એકે શર્મા ધર્મના નારા લગાવે છે! લોકો ખરાબ રસ્તાઓ, તૂટેલા પુલ વગેરે જેવી જાહેર સેવાઓની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. સરકારના મંત્રીઓ ફક્ત ખાતરી આપતા જોવા મળે છે. ઉત્તર પ્રદેશની સરકાર પર અત્યારે અનેક પ્રકારના સવાલો થઈ રહ્યાં છે. એકે શર્માં ઉત્તર પ્રદેશમાં વીજળી પ્રધાન છે. તો લોકો વીજળી અંગે પૂછ્યું તો પ્રધાનજી માત્ર જયકારો બોલાવીને ભાગવા લાગે છે. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

https://twitter.com/gyanu999/status/1943195633118318782

કોણ છે એ.કે. શર્મા ?

ઉત્તર પ્રદેશના મઉના રહેવાસી શર્મા 1988ના ગુજરાત કેડરના IAS હતા. ગુજરાતમાં નરેન્દ્ર મોદી સત્તામાં આવ્યા ત્યારથી એકે શર્મા ત્યારથી જ ગુજરાતમાં તેમના ખાસ અને વિશ્વાસુ અધિકારી રહ્યા છે. જે દિવસે મોદીએ ગાંધીનગરમાં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સત્તા સંભાળી, તે દિવસે શર્માને મુખ્યમંત્રી કાર્યાલયમાં સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતાં. એટલું જ નહીં, જ્યારે નરેન્દ્ર મોદી વડા પ્રધાન તરીકે દિલ્હી ગયા, ત્યારે તેઓ શર્માને પોતાની સાથે લઈ ગયા હતાં. IAS અધિકારી તરીકે દોઢ વર્ષનો કાર્યકાળ બાકી હતો ત્યારે, એ.કે. શર્માએ સ્વૈચ્છિક નિવૃત્તિ (VRS) લીધી અને ભારતીય જનતા પાર્ટી (BJP) માં જોડાઈને ઉત્તર પ્રદેશના રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. અત્યારે તેઓ ઉત્તર પ્રદેશમાં ગ્રામીણ વિકાસ અને ઉર્જા પ્રધાન તરીકે કાર્ય કરી રહ્યાં છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.
Back to top button