Flight Wi-Fi Service: હવાઈ મુસાફરી ક્યારે કરી શકાશે વાઈ-ફાઈ ઈન્ટરનેટનો ઉપયોગ ? સરકારે જાહેર કર્યા નિયમ
નવી દિલ્હી : કેન્દ્ર સરકારે હવાઈ મુસાફરો માટે ફ્લાઈટ દરમિયાન ઈન્ટરનેટ સેવાઓના ઉપયોગ અંગે માર્ગદર્શિકા જાહેર કરી હતી. કેન્દ્ર સરકારે આજે એક આદેશ જાહેર કરીને કહ્યું છે કે હવાઈ ઉડ્ડયન દરમિયાન મુસાફરો 3 હજાર મીટરની ઊંચાઈએ પહોંચ્યા પછી જ વાઈ-ફાઈ દ્વારા ઈન્ટરનેટ(Flight Wi-Fi Service)સેવાઓનો ઉપયોગ કરી શકશે. કેન્દ્ર સરકારના આદેશમાં કહેવામાં આવ્યું છે કે મુસાફરો 3000 મીટરની ઉંચાઈએ પહોંચેલા વિમાનમાં જ ઈલેક્ટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ કરી શકશે.
આ નિયમ શા માટે લાવવામાં આવ્યો?
કેન્દ્ર સરકારે ફ્લાઇટ એન્ડ સી કનેક્ટિવિટી રૂલ્સ 2018 હેઠળ આ સૂચનાઓ આપી છે. જેમાં એરક્રાફ્ટ ભારતીય
હવાઈ ક્ષેત્રમાં 3000 મીટરની ઉંચાઈએ પહોંચ્યા પછી જ મોબાઈલ કોમ્યુનિકેશન સર્વિસ પૂરી પાડવાની પરવાનગી આપવામાં આવે છે. આ આદેશનું પાલન ફક્ત ભારતીય હવાઈ ક્ષેત્રમાં હવાઈ મુસાફરોએ કરવાનું રહેશે. કેન્દ્ર સરકાર દ્વારા ટેરેસ્ટ્રીયલ મોબાઈલ નેટવર્કમાં દખલ ન થાય તે માટે આવું કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારે તેના નોટિફાઇડ નવા નિયમોમાં આ સૂચનાઓ આપી છે.
Also Read – IPO: આનંદો… રિલાયન્સ જિયોને આવશે આઈપીઓ, 5 વર્ષથી જોવાઈ રહી છે રાહ
ફ્લાઇટ અને મેરીટાઇમ કનેક્ટિવિટી (સુધારા) નિયમો 2024
આ સાથે જ નવા સૂચિત નિયમને હવે ફ્લાઇટ એન્ડ મેરીટાઇમ કનેક્ટિવિટી (સુધારા) નિયમો, 2024 તરીકે ઉલ્લેખ કરવામાં આવશે. આ આદેશમાં જણાવાયું છે કે ‘પેટા-નિયમ (1) માં નિર્દિષ્ટ ભારતીય એરસ્પેસમાં લઘુત્તમ ઉંચાઈ હોવા છતાં વાઈ-ફાઈ દ્વારા ઈન્ટરનેટ સેવાઓ વિમાનમાં ત્યારે જ પૂરી પાડવામાં આવશે જ્યારે વિમાનમાં ઈલેક્ટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ કરવાની પરવાનગી આપવામાં આવે.