ઘઉંની સ્ટોક મર્યાદા વધુ કડક બનાવાઈ
નવી દિલ્હી: સરકારે શુક્રવારે સંગ્રહખોરીને કાબૂમાં લેવા અને ભાવવધારાને રોકવા માટે જથ્થાબંધ વેપારીઓ, છૂટક વિક્રેતાઓ, મોટા વિક્રેતાઓ અને પ્રોસેસર્સ માટે સ્ટોક હોલ્ડિંગના ધોરણોને વધુ કડક બનાવ્યા હતા.
મીડિયાને માહિતી આપતાં ખાદ્ય સચિવ સંજીવ ચોપરાએ જણાવ્યું હતું કે વેપારીઓ/હોલસેલરો માટે સ્ટોક મર્યાદા હાલના ૨૦૦૦ ટનથી ઘટાડીને ૧૦૦૦ ટન કરવામાં આવી છે.
સ્ટોક મર્યાદા દરેક રિટેલર પર ૧૦ ટનને બદલે પાંચ ટન, મોટા ચેઇન રિટેલરના દરેક ડેપો માટે પાંચ ટન અને તેમના તમામ ડેપો
.માટે કુલ ૧૦૦૦ ટન રહેશે.
ઘઉંનો સંગ્રહ કરતી તમામ સંસ્થાઓએ ઘઉંના સ્ટોક મર્યાદા પોર્ટલ પર નોંધણી કરાવવી અને દર શુક્રવારે સ્ટોકની સ્થિતિ અપડેટ કરવી જરૂરી છે.
પોર્ટલ પર નોંધણી ન કરનાર અથવા સ્ટોક મર્યાદાનું ઉલ્લંઘન કરતા વેપારીઓ સામે શિક્ષાત્મક પગલાં લેવાશે
ખાદ્ય મંત્રાલયે ૧૨ જૂનના રોજ, માર્ચ ૨૦૨૪ સુધી વિવિધ પ્રકારના વેપારીઓ પર સ્ટોક હોલ્ડિંગ મર્યાદા લાદી હતી.
મે ૨૦૨૨થી ઘઉંની નિકાસ પર પ્રતિબંધ છે.