Whatsapp યુઝર્સ માટે લાવી રહ્યું છે આ નવું ફીચર, હાલ ટેસ્ટિંગના તબક્કામાં
નવી દિલ્હી : વોટસએપ(Whatsapp)યુઝર્સ માટે સારા સમાચાર આવ્યા છે. જેમાં વોટસએપ ટુંક જ સમયમાં એવું નવું ફીચર એડ કરવા જઇ રહ્યું છે. જેમાં WABetaInfo વેબસાઇટ મુજબ કંપની એક એવા ફીચર પર કામ કરી રહી છે. જેની મદદથી યુઝર્સ વોટસએપથી અન્ય એપ્સ સરળતાથી મેસેજ મોકલી શકશો. જો આ ફીચર અપડેટ થશે તો યુઝર્સને નવી સુવિધા મળશે.
WABetaInfo દ્વારા શેર કરવામાં આવેલી માહિતી અનુસાર વોટસએપ યુઝર્સને ટૂંક સમયમાં નીચેની પટ્ટીમાં એક નવો વિકલ્પ મળશે. આના માધ્યમથી યુઝર્સ અન્ય એપ્સ સાથે સીધા જ વોટ્સએપથી કનેક્ટ થઈ શકશે. આનો અર્થ એ છે કે યુઝર્સ અનેક કાર્યો ખૂબ જ સરળતાથી કરી શકશે.
ફીચર હાલમાં ટેસ્ટિંગ તબક્કામાં
વોટ્સએપનું આગામી ફીચર હાલમાં ટેસ્ટિંગ તબક્કામાં છે અને કંપની હાલમાં તેનું બીટા ટેસ્ટિંગ કરી રહી છે. રિપોર્ટ અનુસાર, વોટ્સએપનું નવું ફીચર ગ્રાહકોને ઈન્સ્ટાગ્રામ, ફેસબુક જેવી અન્ય એપ્લિકેશન પર કન્ટેન્ટ શેર કરવાનો સીધો વિકલ્પ આપશે. આ ફીચરથી કરોડો યુઝર્સ સીધી જ વોટસએપ પરથી સ્ટોરી ક્રિએટ કરી શકશે.
સીધા જ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવા પ્લેટફોર્મ પર શેર કરી શકશે
નવું ફીચર આવતા યુઝર્સ કોઈપણ ચેટ અથવા જૂથ પર આવતા ફોટા અથવા વિડિઓઝને ડાઉનલોડ કરવાની જરૂર રહેશે નહીં. તેના બદલે વપરાશકર્તાઓ તે ફોટા અને વિડિઓઝને સીધા જ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવા પ્લેટફોર્મ પર શેર કરી શકશે.
Also Read – Whatsapp યુઝર્સ માટે લાવી રહ્યું છે આ શાનદાર ફીચર, ટૂંક જ સમયમાં રોલઆઉટ કરાશે
વિશ્વભરમાં લગભગ 4 બિલિયન લોકો વોટસએપનો ઉપયોગ કરે છે. મેટાની માલિકીની આ એપ્લિકેશનમાં યુઝર્સની ગોપનીયતા જાળવવા માટે ઘણી મજબૂત સુવિધાઓ પણ છે. હવે વોટસએપ અદ્ભુત ફીચર્સ લાવવા જઈ રહ્યું છે.