ટોપ ન્યૂઝનેશનલ

Weather Today: ક્યાંક હળવો તો ક્યાંક ભારે વરસાદ, આજે દેશમાં હેવું રહેશે હવામાન?

નવી દિલ્હી: દેશના ઘણા ભાગોમાં આજે પણ ભારે વરસાદ પડવાની શકયતા (Weather India) છે, હવામાન વિભાગ(India Meteorological Department)ના જણાવ્યા અનુસાર આગામી 24 કલાક દરમિયાન ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ પડી શકે છે. જમ્મુ-કાશ્મીર, ઉત્તર પ્રદેશ, પંજાબ, ગુજરાત, તમિલનાડુ, હરિયાણા-ચંદીગઢ-દિલ્હી, પશ્ચિમ રાજસ્થાનમાં છૂટાછવાયાથી સાર્વત્રિક વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે કહ્યું કે હિમાચલ અને ઉત્તરાખંડમાં 10 થી 14 ઓગસ્ટ સુધી ભારે વરસાદની સંભાવના છે.

હિમાચલ પ્રદેશમાં છેલ્લા કેટલાક દિવસોમાં થયેલા ભારે વરસાદને કારણે ભારે તારાજી સર્જાઈ છે, શિમલા અને મંડી જીલ્લામાં આવેલા પુરને કારણે હજુ પણ ઘણા લોકો લાપતા છે. એવામાં હવામાન વિભાગે હિમાચલ પ્રદેશમાં પણ આગામી 24 કલાકમાં સિરમૌર, ચંબા, શિમલા, કુલ્લુ અને મંડી જિલ્લાના વિવિધ ભાગોમાં હળવાથી મધ્યમ પૂરના જોખમની ચેતવણી આપી છે. રાજ્યમાં બુધવારથી વરસાદને કારણે મંડીમાં 37, શિમલામાં 29, કુલ્લુમાં 26, કાંગડામાં છ, કિન્નૌર અને લાહૌલ અને સ્પીતિમાં ચાર-ચાર, સિરમૌરમાં બે અને હમીરપુર જિલ્લામાં એક સહિત કુલ 109 રસ્તાઓ બંધ છે. .

હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર પશ્ચિમ રાજસ્થાનમાં 9 થી 14 ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદ પડશે. જ્યારે 10 ઓગસ્ટે પંજાબ, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ-ગિલગિટ-બાલ્ટિસ્તાન-મુઝફ્ફરાબાદમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદની સંભાવના છે. યુપી અને બિહારમાં 12 ઓગસ્ટ સુધી વરસાદ પડી શકે છે. ભારે વરસાદને કારણે યુપી અને બિહારની ઘણી નદીઓમાં પુરની પણ શક્યતા છે.

રાજસ્થાનના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે આગામી પાંચ-સાત દિવસ પૂર્વી રાજસ્થાનમાં ઘણી જગ્યાએ મધ્યમ વરસાદની આગાહી કરી છે. આ દરમિયાન કેટલાક સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. બીકાનેર અને જોધપુર ડિવિઝનના કેટલાક ભાગોમાં 9-10 ઓગસ્ટ દરમિયાન વરસાદની ગતિવિધિઓમાં વધારો થવાની સંભાવના છે.

હવામાન વિભાગે જણાવ્યું હતું કે અઠવાડિયા દરમિયાન મધ્યપ્રદેશ, વિદર્ભ, છત્તીસગઢ, કોંકણ અને ગોવા, ગુજરાતમાં ભારે પવન અને વીજળી સાથે હળવાથી માધ્યમ વરસાદની સંભાવના છે; મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા, સૌરાષ્ટ્ર અને કચ્છમાં છૂટાછવાયો વરસાદ રહેશે.

તામિલનાડુ, પુડુચેરી અને કરાઈકલ, કેરળ અને માહે, લક્ષદ્વીપ, કર્ણાટકમાં મધ્યમ વરસાદ અને દરિયાકાંઠાના આંધ્ર પ્રદેશ અને યાનમ, તેલંગાણા અને રાયલસીમામાં અઠવાડિયા દરમિયાન છૂટાછવાયા વરસાદની આગાહી છે.

પૂર્વ અને ઉત્તરપૂર્વ ભારતમાં ભારે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે, અઠવાડિયા દરમિયાન વીજળી પડવાની આગાહી કરવામાં આવી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button