ભારતની બ્રહ્મોસ મિસાઇલની ન્યુ જનરેશન કેવી હશે, ડીઆરડીઓએ આપી જાણકારી | મુંબઈ સમાચાર

ભારતની બ્રહ્મોસ મિસાઇલની ન્યુ જનરેશન કેવી હશે, ડીઆરડીઓએ આપી જાણકારી

નવી દિલ્હી : ભારતનું ઓપરેશન સિંદૂર સમગ્ર વિશ્વમાં હાલ ચર્ચામાં છે. તેમાં પણ ઓપરેશન સિંદૂર બ્રહ્મોસ મિસાઇલની તાકતે દુનિયાને અચંબિત કરી દીધી છે. ત્યારે મીડિયા સાથે વાતચીત દરમિયાન ડીઆરડીઓના ચેરમેન ડો. સમીર કામતે
બ્રહ્મોસ મિસાઇલની શક્તિ અને તેની ભવિષ્યની યોજના અંગેની માહિતી આપી છે.

ન્યુ જનરેશનની બ્રહ્મોસ હલકી અને નાની હશે

ડીઆરડીઓના ચેરમેને કહ્યું કે, અમે બ્રહ્મોસમાં વિસ્તૃત રેન્જ પર કામ કરી રહ્યા છીએ. આગામી બે-ત્રણ વર્ષમાં વિસ્તૃત રેન્જ બ્રહ્મોસમાં સામેલ કરવામાં આવશે. તેમજ એક વસ્તુ વિશે અમે વિચારી રહ્યા છીએ તે છે બ્રહ્મોસ એનજી. જે કોઈપણ વિમાનમાં સ્થાપિત કરવામાં આવશે. અત્યારે અમારી પાસે બ્રહ્મોસને હવામાં લોન્ચ કરવાની ક્ષમતા છે. પરંતુ તે ફક્ત સુખોઈથી જ લોન્ચ કરી શકાય છે . જ્યારે ન્યુ જનરેશનની બ્રહ્મોસ હાલના બ્રહ્મોસ કરતા હલકી અને નાની હશે.જે કોઈપણ વિમાનમાં સ્થાપિત કરી શકાશે.

બ્રહ્મોસની ટાર્ગેટ ભૂલની સંભાવના નહિવત

બ્રહ્મોસ મિસાઇલની કાર્યક્ષમતા અંગે ડૉ. કામતે જણાવ્યું કે, બ્રહ્મોસ ખૂબ જ સારી મિસાઇલ છે તે ખૂબ જ સચોટ અને તેની ટાર્ગેટ ભૂલની સંભાવના નહિવત છે. બ્રહ્મોસની પ્રહાર શક્તિ અને ચોકસાઈની પણ ચર્ચા કરવામાં આવી હતી.
તેમણે વધુમાં જણાવ્યું કે બ્રહ્મોસ મિસાઇલ લક્ષિત ટાર્ગેટ પર જ સચોટ પ્રહાર કરે છે. જો તેનો લક્ષિત ટાર્ગેટ 1 ચોરસ મીટર છે તો તે એક ચોરસ મીટર પર જ પ્રહાર કરે છે.

આ પણ વાંચો….ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનને ભારે નુકસાન, ચીને માન્યું બ્રહ્મોસ સામે એર ડિફેન્સ સિસ્ટમ ફેલ

Back to top button