નેશનલ

G-20 બાદ ભારત મંડપમનું શું થશે? જાણો કોણ કોણ કરી શકશે બુક?

નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં હાલમાં યોજાયેલી G-20 બેઠક દરમિયાન સૌથી વધુ ચર્ચામાં કોઈ આવ્યું હોય તો તે છે આ સમિટનું વેન્યુ ભારત મંડપમ…પ્રગતિ મેદાનમાં બનાવવામાં આવેલા કન્વેન્શન સેન્ટરમાં આ શિખર યંત્રણા યોજાઈ હતી અને એને નામ આપવામાં આવ્યું ભારત મંડપમ. આ ભારત મંડપમના ઘણા બધા ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ હતી, જેમાં એની ભવ્યતા છલકાઈ રહી હતી. હવે તમને પણ સવાલ થશે ને કે G-20 તો પૂરી થઈ ગઈ હવે આ ભારત મંડપમનું શું થશે? ચાલો અમે તમને જણાવીએ કે આખરે આ ભારત મંડપમનું શું થશે એ વિશે…

પ્રગતિ મેદાનમાં દુનિયાભરના ટ્રેડ ફેસ્ટિવલનું આયોજન થતું હોય છે અને છેલ્લાં ચાર વર્ષની વાક કરીએ તો એનું આખો રંગરૂપ બદલાવવામાં આવી રહ્યું હતું અને તેને G-20 માટે જ તૈયાર કરવામાં આવી રહ્યું હતું. આ કન્વેન્શન સેન્ટરને એકદમ ભવ્ય રૂપ આપવામાં આવ્યું હતું અને અહીં અલગ પ્રકારની એક નવી બિલ્ડિંગ બનાવવામાં આવી છે. આજે ભારત મંડપમની ગણતરી દુનિયાના સૌથી મોટા કન્વેન્શન સેન્ટરમાં કરવામાં આવે છે.

હવે G-20 બાદ આ ભારત મંડપમનું શું થશે અને એ કોને કામ આવશે એવો સવાલ થાય એ સ્વાભાવિક છે તો તમને તમારા આ સવાલનો જવાબ આજે મળી જશે. પહેલાં આ જગ્યા ઈન્ટરનેશનલ એક્ઝિબિશન કમ કન્વેન્શન સેન્ટરના નામે ઓળખાતી હતી અને બાદમાં તેને ભારત મંડપમ નામ આપવામાં આવ્યું.

આ ભારત મંડપમાં દેશ અને દુનિયાની અનેક મોટી ઈવેન્ટ્સનું આયોજન થઈ શકે છે. કોઈ મોટી કોર્પોરેટ કંપની હોય કે કોઈ પુસ્તક મેળો. દરેક પ્રકારની ઈવેન્ટ્સનું આ કન્વેન્શન સેન્ટરમાં આયોજન કરી શકાય છે. આ ઉપરાંત સરકારના બીજા કોઈ મોટા મોટા કાર્યક્રમો પણ અહીં યોજાઈ શકે છે. પ્રાઈવેટ સેક્ટરની જેમ સરકારને પણ એટલી જ ફી આપીને આ કન્વેન્શન સેન્ટર બુક કરી શકાય છે.

ઈન્ડિયન ટ્રેડ પ્રમોશન ઓર્ગેનાઈઝેશનની અંતર્ગત ભારત મંડપમ આવે છે અને એની મદદથી આ સેન્ટરને બુક કરી શકાય છે. અહીં અનેક પ્રકારના હોલ બનાવવામાં આવ્યા છે જ્યાં એક સાથે હજારો લોકો બેસી શકે છે અને એક સાથે પાંચ હજારથી વધુ કાર પાર્ક કરી શકા છે. આ કન્વેન્શન સેન્ટરને ખૂબ જ ભવ્યતા સાથે બનાવવામાં આવ્યું છે. એક રિપોર્ટ પ્રમાણે આગામી ત્રણ મહિના માટે સરકારી કામકાજ માટે ભારત મંડપમને બુક કરવામાં આવ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button