આ શું? ખુરશી પર ચોંટાડેલું તેજસ્વીનું નામ અશોક ચૌધરી હટાવીને નીતીશ કુમાર પાસે બેઠા! જુઓ વિડીયો
પટણા: બિહારમાં ફરી એકવાર જોરદાર રાજકીય ખેલ ચાલી રહ્યો છે. એવી ચર્ચા છે કે નીતિશ કુમાર આરજેડી છોડીને ફરી NDAએ તરફ આગળ વધી રહ્યા છે અને સત્તાની ચાવી ફરીવાર આ બાજુથી લઈને બીજી બાજુ તરફ જતી જોવા મળી રહી છે. ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ સાથે નીતિશ કુમારની વાતચીત પણ અટકી ગઈ છે. દરમિયાન, શુક્રવારે સાંજે બિહાર રાજભવનમાં એક દ્રશ્ય જોવા મળ્યું જે JDU અને RJD વચ્ચે વધતા જતા અંતરને બતાવવા માટે પૂરતું છે.
વાસ્તવમાં થયું એવું કે સીએમ નીતિશ કુમાર પોતાની સીટ પર બેઠા હતા. તેની બાજુની ખુરશી ખાલી હતી. ખુરશી પર એક ચબરખી ચોંટાડેલી હતી જેના પર તેજસ્વી યાદવનું નામ લખેલું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે અશોક ચૌધરી આવ્યા, પટ્ટી હટાવીને નીતિશ કુમારની બાજુની ખુરશી પર બેસી ગયા.
આપને જણાવી દઈએ કે આ બધાની વચ્ચે વિવિધ નેતાઓના નિવેદનો પણ સામે આવ્યા હતા જેમાં બિહારમાં ચાલી રહેલા રાજકીય ઉથલપાથલ વચ્ચે સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે મોટું નિવેદન આપ્યું હતુ. તેમણે કહ્યું કે જો નીતિશ કુમાર અહીં (I.N.D.I.A.) રહેતા હોત તો તેઓ વડાપ્રધાન બની શક્યા હોત. અહીં વડાપ્રધાન પદ માટે કોઈની પણ વિચારણા થઈ શકે છે. નીતીશને મહાગઠબંધનનું સંયોજક કે અન્ય કોઈ મોટું પદ પણ આપી શકાયું હોત.
સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે નીતીશ કુમાર ગમે ત્યારે પોતાના મુખ્ય પ્રધાનના પદ પરથી રાજીનામાની ઘોષણા કરી શકે છે અને BJP સાથે પોતાની નવી સરકાર બનાવી લેશે.