રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ AFMC પુણેને આપેલ ‘પ્રેસિડેન્ટ્સ માર્ક’ શું છે?
મુંબઇ: પુણેની આર્મ્ડ ફોર્સિસ મેડિકલ કોલેજ (AFMC)એ તેની 75મી વર્ષગાંઠની ઉજવણી દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને આમંત્રિત કર્યા હતા. જ્યાં રાષ્ટ્રપતિએ સંબોધન કરતા જણાવ્યું હતું કે AFMCના 75 વર્ષનો ઈતિહાસ ગૌરવશાળી રહ્યો છે. મુર્મુએ આ પ્રસંગે પુણે કોલેજને ‘પ્રેસિડેન્ટ્સ માર્ક’થી સન્માનિત કર્યા હતા. પ્રેસિડેન્ટ્સ માર્કએ કોઈપણ સૈન્ય એકમને આપવામાં આવતું સર્વોચ્ચ સન્માન છે. આ સન્માન કોલેજે 75 વર્ષથી વધુ સમયથી સતત દેશને આપેલી સેવાઓનો પુરાવો છે.
રાષ્ટ્રપતિ માર્કને એકમોના અધિકારીઓ તેમના યુનિફોર્મની ડાબી સ્લીવમાં પહેરે છે. ભારતમાં રાષ્ટ્રપતિ સશસ્ત્ર દળોના સર્વોચ્ચ કમાન્ડર તરીકે ગણવામાં આવે છે. આથી આ સન્માન તેમના હાથે આપવામાં આવ્યું હતું. જો કે હાલના સમયમાં આવા યુદ્ધમાં આવા કોઇપણ નિશાનને સેના પોતાની સાથે રાખતી નથી. તેમ છતાં સશસ્ત્ર દળોમાં આવા નિશાન પ્રાપ્ત કરવાની, પહેરવાની અને પરેડ કરવાની પરંપરા હજુ પણ અસ્તિત્વમાં છે. રાષ્ટ્રપતિનો રંગ હજુ પણ એકમ માટે ખૂબ મહત્વ ધરાવે છે.
ભારતીયો આ માર્કને ધ્વજ પણ કહે છે. અગાઉના સમયમાં રાજા કે સમ્રાટની સેનામાં પણ ધ્વજ હતા. જો કોઈ સેના દુશ્મન સામે તેનો ધ્વજ ફરકાવે છે, તો તેનો અર્થ તેમનું અપમાન કર્યું એમ થાય છે. જો સેના દુશ્મનના ધ્વજને કબજે કરે છે, તો તેનો અર્થ છે કે આપણી જીત અને દુશ્મનની હાર થઇ છે.
રાષ્ટ્રપતિએ તેમના સંબોધનમાં અત્યાર સુધી સતત સેવા દ્વારા AFMCની પ્રગતિમાં યોગદાન આપનારા તમામ ભૂતપૂર્વ કર્મચારીઓ અને અધિકારીઓની પ્રશંસા કરી હતી. મુર્મુએ આ સંસ્થામાંથી સ્નાતક થનારી મહિલા અધિકારીઓને સશસ્ત્ર દળોમાં વરિષ્ઠ હોદ્દા પર અને અન્ય મહિલાઓ માટે રોલ મોડેલ તરીકેની પ્રથમ મહિલા અધિકારીઓ તરીકે વર્ણવી હતી.