નેશનલ

ભારત અને પાકિસ્તાન વચ્ચે કઈ સીમા છે? વિદ્યાર્થીએ આપ્યો મજેદાર જવાબ…

નેપાળથી ભારતમાં પ્રવેશનારી પાકિસ્તાની સીમા હૈદર હાલમાં ફરી એક વખત લાઈમલાઈટમાં આવી ગઈ છે. વાત જાણે એમ છે કે હાલમાં જ સોશિયલ મીડિયા પર એક આન્સર શીટ વાઈરલ થઈ રહી છે અને એમાં એક વિદ્યાર્થીએ જે મજેદાર જવાબ આપ્યો છે કે તમે પણ તમારું હસવાનું નહીં રોકી શકો. આવો જોઈએ શું હતો સવાલ અને વિદ્યાર્થીએ શું જવાબ આપ્યો હતો, તેમ જ આ આખા પ્રકરણ સાથે સીમા હૈદરનું આખરે કનેક્શન શું છે એ…

મળી રહેલી માહિતી પ્રમાણે આ આન્સરશીટ રાજસ્થાનના ધૌલપુર જિલ્લાના બાગથર ક્ષેત્રમાં આવેલી એક શાળાના વિદ્યાર્થીની છે. વાત જાણે એમ છે કે સ્કુલની ટેસ્ટ એક્ઝામમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની સીમા અને તેની લંબાઈ વિશે પૂછવામાં આવ્યું હતું. આ સવાલના જવાબમાં વિદ્યાર્થીએ કંઈક એવું લખ્યું હતું કે જેને જોઈએ લોકો પોતાનું હસવાનું કન્ટ્રોલ કરી શક્યા નહોતા અને આ સવાલના જવાબમાં વિદ્યાર્થીએ સીમા હૈદરને સાંકળી લીધી હતી.

વાઈરલ આન્સરશીટ ગવર્નમેન્ટ હાયર સેકન્ડરી સ્કુલ, બાગથરની છે અને આ સ્કુલમાં પોલિટિકલ સાયન્સની પહેલી ટેસ્ટ લેવામાં આવી રહી હતી. આ પરીક્ષામાં એવો સવાલ પૂછવામાં આવ્યો હતો કે ભારત અને પાકિસ્તાન વચ્ચે કઈ સીમા છે અને તેની લંબાઈ કેટલી છે? વિદ્યાર્થીએ આ સવાલનો જવાબ લખતાં કહ્યું હતું કે બંને દેશોની વચ્ચે સીમા હૈદર છે અને તેની લંબાઈ 5 ફૂટ 6 ઈંચ જેટલી છે. બંને દેશોમાં આ સીમાને લઈને વિવાદ ચાલી રહ્યો છે.

વિદ્યાર્થીના આવા જવાબ બાદ સોશિયલ મીડિયા પર આ આન્સરશીટ ખૂબ જ વાઈરલ થઈ રહી છે. જોકે, સ્કુલના પ્રિન્સીપલ સુરેશ કુમારનું એવું કહેવું છે કે સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલી આ આન્સરશીટ એમની શાળાની નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે સીમા હૈદર ચાર બાળકોની માતા છે અને 2019માં ઓનલાઈન ગેમ રમનારા નોઈડામાં રહેતાં સચિનના સંપર્કમાં આવી હતી અને બંનેની મિત્રતા પ્રેમમાં પરિણમી હતી. સચિન સાથે લગ્ન કરવા માટે સીમા ગેરકાયદેસર રીતે નેપાળના રસ્તે ભારતમાં પ્રવેશી હતી અને બંને જણે લગ્ન કરી લીધા હતા ત્યારથી સીમા કોઈને કોઈ કારણસર ચર્ચામાં જ રહે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Kuno National Park Celebrates Mothers Among Magnificent Mammals રાહુનો મીન રાશિમાં પ્રવેશ કઈ રાશિને ફળશે Bollywood Beauties Captivate as Enchanting Tawaifs Unlock the Power of Tulsi on Akshay Tritiya: Simple Remedies for Abundance & Wellbeing