નેશનલ

આગામી 5 વર્ષમાં રેલવેના વિકાસ માટે PM Modiની શું છે યોજના?

Bullet ટ્રેન, 4,500 વંદે ભારત અને 1,000 અમૃત ભારત ટ્રેન ટ્રેક પર જોવા મળશે

નવી દિલ્હીઃ આગામી પાંચ વર્ષ દરમિયાન ભારતીય રેલવેની કાયાપલટ કરવામાં આવશે, જેમાં સૌથી મહત્ત્વના અને જમ્બો યોજના પૈકી મુંબઈથી અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેન દોડાવવાનો સમાવેશ થાય છે, જ્યારે ચાર હજારથી વધુ વંદે ભારત દેશના મહાનગરોને જોડવાની સાથે એક હજારથી વધુ અમૃત ભારત ટ્રેન દોડાવાની યોજના હોવાનું રેલવે મંત્રાલયના અહેવાલમાં જણાવ્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પાટનગમાં આયોજિત એક કાર્યક્રમમાં દેશના રેલવેના વિકાસ માટે પરંપરાગત માળખાના વિકાસ સાથે આગામી વર્ષોમાં ભારતીય રેલવેના વિકાસ અંગેના મહત્ત્વના પ્રકલ્પોની રુપરેખા અંગે જાણકારી આપી હતી.

મુંબઈથી અમદાવાદ ત્રણ કલાકમાં પહોંચાશે

ભારતીય રેલવેના વિકાસના રોડમેપ અંગે નેશનલ હાઈ સ્પીડ રેલ કોરિડોર લિમિટેડને બુલેટ ટ્રેનની યોજના માટે ખાસ કરીને આ વર્ષના બજેટમાંથી 25,000 કરોડના જંગી ભંડોળની ફાળવણી કરી છે. આ યોજના માટે 19,592 કરોડમાંથી વધારીને 25,000 કરોડ કરવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટ પાર પાડવામાં આવ્યા પછી મુંબઈથી અમદાવાદની વચ્ચે ત્રણ કલાકમાં પહોંચી શકાશે. બુલેટ ટ્રેનના પ્રસ્તાવિત પ્રકલ્પને પાર પાડવા માટે પહેલા તબક્કાના ભાગરુપે ગુજરાતમાં બિલિમોરાથી સુરત વચ્ચે બુલેટ ટ્રેન શરુ થશે.

આ પણ વાંચો: ભારતીય રેલવેનું ઝીરો કાર્બન ઉત્સર્જન અભિયાન

2047 સુધીમાં 4,500થી વધુ વંદે ભારત લોન્ચ કરાશે

બુલેટ ટ્રેનના પ્રકલ્પ સિવાય ભારતીય રેલવે વર્ષ 2047 સુધીમાં 4,500 વંદે ભારત ટ્રેનને લોન્ચ કરશે. આ વંદે ભારત ટ્રેન દેશના મહાનગર, પાટનગર અને અંતરિયાળ વિસ્તારના શહેરોને પણ કનેક્ટ કરશે. અત્યાર સુધીમાં 82 વંદે ભારત ટ્રેન દેશમાં દોડાવવામાં આવી રહી છે. એની સાથે ભારત સરકાર દ્વારા 2024-25ના નાણાકીય વર્ષ સુધીમાં પચાસ નવી અમૃત ભારત ટ્રેન દોડાવવાની યોજના ધરાવે છે. ભારતીય રેલવે દ્વારા 1,000 નવી ટ્રેનનું નિર્માણ અને કલાકના 250 કિલોમીટરની ઝડપથી ટ્રેનને દોડાવી શકાય એવી યોજના પર પણ કામ કરવામાં આવી રહ્યું છે, એમ પીએમ મોદીએ જણાવ્યું હતું.

1,300થી વધુ રેલવે સ્ટેશનના રિડેવલપમેન્ટની યોજના

રેલવે સ્ટેશનના પરિસરમાં પ્રવાસીઓને સરળતાથી અવરજવર કરવા માટે ખાસ કરીને પુલ, એસ્કેલેટર, લિફ્ટ સહિત અન્ય આવશ્યક સેવા સ્ટેશનના પરિસરમાં મળે રહે તેના વિશેષ રીતે સ્ટેશનના પરિસરની સંપૂર્ણ કાયાપલટ કરવામાં આવશે. આ યોજના અન્વયે પહેલા તબક્કામાં 1,309 સ્ટેશનની પસંદગી કરવામાં આવી છે.

આપણ વાંચો: આ ભારતીય ક્રિકેટરના નામ પર રાખવામાં આવ્યું છે રેલવે સ્ટેશનનું નામ? લિટલ માસ્ટરે કર્યો ખુલાસો…

વેઇટિંગ લિસ્ટની સિસ્ટમ બંધ કરવાની યોજના

ભારતીય રેલવે દુનિયાના સૌથી મોટા રેલવે નેટવર્ક પૈકીનું છે. રોજની હજારો મેલ-એક્સપ્રેસ-પેસેન્જર ટ્રેન દોડાવાય છે, જેમાં ચાર મહિના પહેલા બુકિંગ કરવામાં આવતું હોવા છતાં પ્રસંગો કે તહેવારોમાં આમ જનતાને મનપસંદ ટ્રેનમાં બુકિંગ મળતું નથી. વેઈટિંગ લિસ્ટની સિસ્ટમને કારણે વર્ષે કરોડો લોકોને ટ્રાવેલ કરવામાં હાલાકી પડે છે, પરંતુ આગામી વર્ષોમાં વેઈટિંગ લિસ્ટ સિસ્ટમ બંધ કરવામાં આવશે. રેલવે 2030 સુધીમાં વેઈટિંગ લિસ્ટની પ્રથા બંધ કરશે. રોજની ટ્રેનની ફેરી પણ 3,000 સુધી વધારવાનીોજના છે, જ્યારે જૂના રોલિંગ સ્ટોકને બદલીને 7,000-8,000 નવી ટ્રેનના સેટ બદલવા માટે એક લાખ કરોડ રુપિયાની ફાળવણી કરવામાં આવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button