જીએસટીમાં ઘટાડાથી ટ્રેનની ટિકિટ ભાડાં પર શું અસર થશે?

નવી દિલ્હીઃ ભારત સરકારે નવી જીએસટી (ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ)ને અમલી બનાવ્યા છે, ત્યાર બાદ જીવનજરુરી ચીજવસ્તુઓ સહિત ઓટોમોબાઈલ ક્ષેત્રની વસ્તુઓના ભાવમાં ઘટાડો કર્યો છે, જ્યારે ઈલેક્ટ્રિક સહિત અન્ય વસ્તુઓ ખરીદવા માટે પણ લોકોની રીતસરની હોડ જામી છે, ત્યારે સૌને મોંઢે એક સવાલ છે કે શું જીએસટીના સ્લેબમાં ફેરફારથી ટ્રેનની ટિકિટમાં શું ઘટાડો થશે. એવિયેશન સેક્ટરમાં પણ લોકોને આ પ્રકારના સવાલો થયા છે.
પંદરમી ઓગસ્ટના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને ગિફ્ટ આપવાનું વચન આપ્યું હતું, જે પૂરું કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારે નવા જીએસટી દરને લાગુ કર્યા છે તેમ જ જીએસટીના નવા ટેક્સેશન સિસ્ટમમાં જીએસટીના બે સ્લેબ લાગુ પાડવામાં આવ્યા છે, જેમાં પાંચ અને બીજો અઢાર ટકા, જ્યારે લક્ઝરી વસ્તુઓમાં 40 ટકા રેટનો સમાવેશ થાય છે. નવા જીએસટીથી ટ્રેન ટ્રાવેલ પર પણ અસર પડશે એ સવાલનો જવાબ પણ જાણી લો.
ટ્રેનની ટિકિટ પર કેટલો લાગુ પડશે જીએસટી?
તહેવારોમાં એક તો ટ્રેનથી ટ્રાવેલ કરનારા પ્રવાસીઓને રિઝર્વેશનની ટિકિટ મળવા મુદ્દે પ્રવાસીઓ ચિંતામાં છે, તેથી જીએસટીમાં થનારા ફેરફાર મુદ્દે લોકોને ચિંતા પણ છે શું ભાડામાં ઘટાડો થશે. તો તેનો જવાબ છે ના. વાસ્તવમાં જીએસટીના નવા દરમાં સુધારો કરવાથી ટ્રેનની ટિકિટમાં કોઈ ફેરફાર થવાનો નથી, જે રાહતની વાત છે. આ સંજોગોમાં હવે હવાઈ ભાડાંને બદલે ટ્રેનમાં મુસાફરી કરવાનું સસ્તું થશે, તેનાથી ટ્રેનોમાં પણ ભીડ વધશે.
એસી અને ફર્સ્ટ એસીના ક્લાસમાં જીએસટી લાગુ પડતો
ટ્ર્રેનમાં મુસાફરી કરનારાની ટિકિટ પણ નિર્ધારિત ક્લાસ મુજબ નક્કી કરવામાં આવે છે ત્યારે જીએસટીના નવા દરો લાગુ થયા પછી કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી. જીએસટીના જૂના દર અનુસાર ફક્ત એસી અને ફર્સ્ટ એસીના ક્લાસમાં જીએસટી લાગુ પડતો હતો, જેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
- સ્લીપર AC ક્લાસ: IRCTC દ્વારા ઓનલાઈન બુકિંગમાં GST કન્વેયન્સ ફી તરીકે લેવામાં આવતો હતો.
- સેકન્ડ ક્લાસ: સેકન્ડ ક્લાસની ટિકિટ પર કોઈ GST લાગતો નથી.
- AC ક્લાસ: AC ક્લાસની ટિકિટ પર 5% GST હતો અને તેમાં કોઈ ફેરફાર થયો નથી.
- First ક્લાસ અને એક્ઝિક્યુટિવ ક્લાસ: ફર્સ્ટ ક્લાસ અને એક્ઝિક્યુટિવ ક્લાસની ટિકિટ પર 5% GST લાગુ પડે છે.
આ પણ વાંચો…એક જ પીએનઆર પર બુક થયેલી વેઇટિંગ લિસ્ટની ટિકિટ પર પ્રવાસીઓ પ્રવાસ કરી શકે? જાણો રેલવેનો નવો નિયમ…