એવું તો શું થયું કે PM Narenda Modiએ સંસદમાં કહ્યું Cancle Cancle, Cancle…

આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદમાં સંબોધન કર્યું હતું અને આ સંબંધોનમાં મોદી કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા અને પોતાની લાક્ષણિક શૈલીમાં સંબોધન કર્યું હતું અને આ સંબોધનમાં પીએમ નરેન્દ્ર મોદીએ Cancle, Cancle, Cancle…નો શબ્દપ્રયોગ કર્યો હતો, જેની ચર્ચા ચારે બાજું ચાલી રહી છે. આવો જોઈએ શું છે આખો ઘટનાક્રમ…
પીએમ નરેન્દ્ર મોદીએ સંસદમાં સંબોધન કરતાં જણાવ્યું હતું કે, અમે એવું ઈચ્છીએ છીએ કે રાજકારણમાં નવા નવા ચહેરાઓ અને યુવાનો આગળ આવે પણ પરિવારવાદ એ ચિંતાનો વિષય બની ગયો છે. પણ આ બધા વચ્ચે મહત્વની વાત તો એવી છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણમાં Cancel Cancel શબ્દનો પ્રયોગ કર્યો હતો તો આખરે એવું તે શું થયું કે પીએમ મોદીએ પોતાના ભાષણમાં કેન્સલ શબ્દનો ઉપયોગ કરવો પડ્યો હતો? ચાલો જાણીએ…
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદમાં સંબોધન કરતી વખતે જણાવ્યું હતું કે અમારી સરકારની ત્રીજી ટર્મમાં ભારત દુનિયાની ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનશે અને આ મોદીની ગેરંટી છે. આ સાથે સાથે જ તેમણે વિપક્ષ પર પણ આકરા પ્રહાર કર્યા હતા.
વિપક્ષના સભ્યોએ જ્યારે આનો વિરોધ કર્યો ત્યારે પીએમ મોદીએ જણાવ્યું હતું કે, તમને પણ તક મળી હતી. પરંતુ તમે લોકોએ દેશના નાગરિકો માટે કઈ ખાસ કર્યું નથી.
આ સાથે સાથે જ તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા અને એમણે જણાવ્યું હતું કે વિપક્ષના તમામ નેતાઓએ તેમની વાતોમાં ફક્ત Cancel Cancelનું જ રટણ કરતાં હોય છે.વડા પ્રધાન મોદીએ સંસદમાં આગળ વાત કરતાં જણાવ્યું હતું કે, કોંગ્રેસે જ કેન્સલ કલ્ચર શરુ કર્યું છે અને એ લોકો બધા એમાં ફસાઈ ગયા છે. આ લોકો એમાંથી બહાર આવી જ નથી શક્યા.
મેક ઈન ઈન્ડિયાની વાત આવે તો તો કોંગ્રેસ બોલે કેન્સલ, વંદે ભારતનો વિષય હોય તો પણ કોંગ્રેસ કેન્સલનું જ રટણ કરે છે. કોઈ પણ સારી વાત હોય કે કોંગ્રેસ તમામ બાબતે કેન્સલ કેન્સલનું ગીત ગાવાનું ચાલુ રાખ્યું હતું, છે અને કદાચ રહેશે, એવું પણ તેમણે વધુમાં જણાવ્યું હતું.