નેશનલ

કોચીની વોટર મેટ્રો વિશે શું બોલ્યો આ વિદેશી પ્રવાસી? એવો અનુભવ થયો કે…

કોચીઃ ભારતમાં ફરવા લાયક અનેક સ્થળો આવેલા છે. આમ તો આખું ભારત ફરવા લાયક છે. વિદેશમાંથી પણ હજારો લોકો અહીં ફરવા માટે આવે છે. ભારતમાં ફરવા આવેલા વિદેશી લોકો દેશના વખાણ પણ કરતા હોય છે. વિદેશી પ્રવાસીઓ ભારતના આવીને તેમના પ્રવાસના વીડિયો સોશિયલ મીડિયામાં શેર પણ કરતા હોય છે. અત્યારે કેરળ ફરવા આવેલા એક વિદેશી પ્રવાસીનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ પ્રવાસીએ કેરળના અને ખાસ કરીને કોચીની વોટર મેટ્રોના ખૂબ વખાણ કર્યાં છે.

વિદેશી પ્રવાસી હગે કોચીની વોટર મેટ્રોના વખાણ કર્યાં

Instagramમાં હગ નામના એક વિદેશી પ્રવાસીએ વીડિયો અપલોડ કર્યો છે. તેમાં તે કોચીની વોટર મેટ્રોમાં સફર કરતો જોવા મળી રહ્યો છે. વિદેશી પ્રવાસી હગે કોચીની વોટર મેટ્રોના વખાણ કર્યાં છે, માત્ર 40 રૂપિયામાં વોટર મેટ્રો ટિકિટ લીધી અને મુસાફરીનો આનંદ માણ્યો હતો. હગ કોચીની વોટર મેટ્રોની સ્વચ્છતા અને સેવાને 10માંથી 10 પોઈન્ટ આપ્યાં છે. કેરળ ફરવા આવેલા લોકોને મોટા ભાગે સારો અનૂભવ જ થયો છે. કારણ કે, કેરળમાં એકથી એક ચડિયાતા પ્રવાસન સ્થળો આવેલા છે.

સ્વચ્છતા અને વ્યવસ્થાને 10 માંથી 10 સ્ટાર આપ્યા

હગે પોતાની મુસાફરીના અંતે મુસાફર આ મેટ્રોની સ્વચ્છતા અને વ્યવસ્થાને 10 માંથી 10 સ્ટાર આપ્યા અને કેરળની સરાહના કરી છે. લગભગ 61 સેકન્ડની આ ક્લિપ અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે. આ પોસ્ટના કોમેન્ટ સેક્શનમાં પણ લોકો ખૂબ સારી પ્રતિક્રિયા આપી રહ્યા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને 34 લાખથી વધુ વ્યૂઝ અને 1 લાખ 92 હજારથી વધુ લાઈક્સ મળી છે. એટલું જ નહીં પરંતુ 1700 થી લોકોએ કોમેન્ટ પણ કરી છે.

આ પણ વાંચો…જામા મસ્જિદમાં નમાજ દરમિયાન અથડામણ, શિયા અને સુન્ની મુસ્લિમો આવ્યાં સામસામે

શું તમે કોચી વોટર મેટ્રો વિશે જાણો છો?

કોચીની વોટર મેટ્રોની વાત કરવામાં આવે તો, કોચી વોટર મેટ્રોએ ભારતના કેરળના ગ્રેટર કોચી પ્રદેશમાં સેવા આપતી ફેરી પરિવહન વ્યવસ્થા છે. તે ભારતમાં પ્રથમ વોટર મેટ્રો સિસ્ટમ છે અને એશિયામાં આ કદની પ્રથમ સંકલિત વોટર ટ્રાન્સપોર્ટ સિસ્ટમ છે. અહીં ફરવા આવતા પ્રવાસી અચૂક કોચી વોટર મેટ્રોમાં મુસાફરી કરતા હોય છે. હગ નામના વિદેશી પ્રવાસીએ પણ કોચી વોટર મેટ્રોના ખૂબ જ વખાણ કર્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button