નેશનલવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

‘વધુ એક સેલ્ફ ગોલ’ ? કોંગ્રેસ ઉમેદવાર યૂપી-બિહારના લોકો પર આ શું બોલી ગયા ?

ચૂંટણી વિધાનસભાની હોય કે લોકસભાની નેતાઓની જીભ લબકારા મારવાનું ચૂક્તી નથી.ખાસ કરીને પ્રદેશ વાદ,હોય કે જાતિવાદ હોય કે વંશીય ટિપ્પણી. ત્યારે વધુ એક નેતા આવા વિવાદિત નિવેદનમાં ઘેરાયા છે.

કોંગ્રેસ પાર્ટીને જો કોઈ રાજ્યોમાં લોકસભા ચૂંટણીમા વધારે બેઠકો જીતવાની આશા હોય તો એ છે કેરલ, તેલંગના,કર્ણાટક અને પંજાબ છે. અહિયાં આપ- અને કોંગ્રેસ એકલા હાથે ચૂંટણી મેદાનમાં છે. એવામાં બંને દળ એક બીજા પર શબ્દપ્રહાર કરી રહ્યા છે. આ બધા વચ્ચે કોંગ્રેસ ઉમેદવાર સુખપાલ સિંહ એ એક વિવાદિત નિવેદન આપતા કહ્યું કે, યુપી -બિહારના લોકોએ પંજાબ પર કબજો જમાવી દીધો છે. જેને રોકવો પડશે.

પંજાબની સંગરૂર સીટ પરથી કોંગ્રેસનાં ઉમેદવાર સુખપાલસિંહ ખેહરા એ કહ્યું કે, ઉત્તર પ્રદેશ અને બિહાર થી આવી રહેલા પ્રવાસીઓએ પંજાબમાં કબજો કરી ‘પંજાબિયત’ને ખતમ કરી દીધી છે. તેઓએ કહ્યું કે, પંજાબ પંજાબીઓનું છે.અહીં બિન પંજાબી એટલે બીજા રાજ્યોમાથી આવતા લોકોને મતનો અધિકાર ના હોવો જોઈએ.

આ પણ વાંચો: લોકસભા ચૂંટણીના 5મા તબક્કા માટે પ્રચાર પડઘમ થશે શાંત, આ દિગ્ગજ નેતાઓની પ્રતિષ્ઠા દાવ પર

યૂપી બિહારીઓને ઘર- નોકરી ના મળવા જોઈએ

સંગરૂર બેઠકના કોંગ્રેસ ઉમેદવારએ યૂપી-બિહારના પંજાબમાં વસતા લોકોને લઈને કહ્યું કે,’ના તો તેઓને પંજાબમાં નોકરી મળવી જોઈએ અને ના તો તેમણે ઘર બનાવવાની મંજૂરી મળવી જોઈએ.’ રસપ્રદ છે કે , આ પહેલા શિરોમણી અકાલી દલના અમૃતસરના ઉમેદવારએ પણ એક આવું જ નિવેદન આપ્યું હતું. જેના કારણે ચૂંટણી અધિકારીએ તેમણે નોટિસ પાઠવી હતી.

જણાવીએ કે, સંગરૂરના દીડબામાં આવેલા ખેતલા ગામમાં ચૂંટણી સભામાં કહ્યું કે, જેમ પંજાબથી લોકો સતત વિદેશ જઈ રહ્યા છે.તેમ બીજા રાજ્યોમાથી લોકો પંજાબ આવી રહ્યા છે. તેમણે નિરથ્ક નિવેદન આપતા કહ્યું કે, પંજાબમાં પઘડીધારીઓ માટે જગ્યા નહીં હોય.

કોંગ્રેસ ઉમેદવારે પોતાના નિવેદનમાં એમ પણ કહેવાયું કે, હિમાચલની જેમ પંજાબમાં પણ ગૈર પંજાબી વિરુદ્ધ કાયદો લાવવામાં આવે,જેમ હિમાચલમા કાયદો છે કે બીજા રાજયોના કોઈ વ્યક્તિ જમીન ના ખરીદી શકે તેઓ જ કાયદો પંજાબમાં હોય જેથી બહારના લોકો પંજાબ પર કબજો ના કરી શકે.

કોંગ્રેસ ઉમેદવારે એવો પણ દાવો કર્યો કે વિધાનસભા સ્પીકરને પણ લેખિતમાં આપી ચૂક્યો છુ. કોંગ્રેસ ઉમેદવારે કહ્યું કે, બીજા રાજ્યોમાથી લોકો પંજાબ આવે અને પૈસા કમાઈને જતાં રહે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button