સ્મૃતિ ઈરાનીએ એવું શું કર્યું કે ગામ વાળા ખુશ થઈ ગયા?
અમેઠી: સાંસદ સ્મૃતિ ઈરાની હાલમાં અમેઠીમાં ત્રણ દિવસની મુલાકાતે છે. જ્યાં તેમણે લોકો સાથે બેસીને લોકોની સમસ્યાઓ સાંભળી હતી. તેમજ ઘણા કામ થયા છે કે નહિ તેની તપાસ પણ તેમણે જાતે જ કરી હતી. આ જોઈને ગામના લોકો સ્મૃતિ ઈરાનીના બે મોંઢે વખાણ કરી રહ્યા છે. જનસંવાદ વિકાસ યાત્રા દરમિયાન તેમને મળવા આવેલી એક નવપરિણીત પુત્રવધૂને જ્યારે તેમણે આશીર્વાદ આપ્યા એટલું જ નહીં તેને પહેલીવાર મળ્યા એટલે સુકન તરીકે રોકડ રકમ પણ આપી હતી. તેમજ અધિકારીઓને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આ મહિલાને ઘર મળે તેવો આદેશ આપ્યો હતો. આમ સાંસદ અને કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ તે સમયે ગ્રામજનોના દિલ જીતી લીધા હતા.
આખી ઘટના અમેઠીના પીઠીપુર ગામની છે. જ્યાં સાંસદ સ્મૃતિ ઈરાની જન સંવાદ વિકાસ કાર્યક્રમમાં ગઈ હતી. આ નવપરણિત મહિલા જનસંવાદ કાર્યક્રમમાં પોતાની કોઈ ફરિયાદ લઈને આવી હતી. જ્યાં કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ તમામ શક્ય મદદની ખાતરી આપી હતી.
જ્યારે સ્મૃતિ ઈરાની મુલાકાત બાદ પરત જવા નીકળી ત્યારે નવપરણિત મહિલા લક્ષ્મી તેમને વિદાય આપવા પણ આવી હતી. તે સમયે સ્મૃતિ ઈરાનીએ સુકન તરીકે રોકડ રકમ આપી હતી અને તેમના માથા પર હાથ રાખીને આશીર્વાદ પણ આપ્યા હતા. ગામના લોકોનું કહેવું છે આજ સુધી આ રીતે કોઈ સાંસદ અમારા વિસ્તારમાં આવીને આ રીતે અમારી સમસ્યાઓનું નિરાકરણ લાવ્યો નથી.