હરિયાણામાં પ્રિયંકા ગાંધીએ એવું શું કહ્યું કે,દીપેન્દ્ર હુડ્ડા થઈ ગયા પાણી-પાણી..
હરિયાણા વિધાનસભા ચૂંટણીના પ્રચારનો આવતીકાલે છેલ્લો દિવસ છે. આવી સ્થિતિમાં તમામ રાજકીય પક્ષોએ પ્રચારમાં પોતાના તમામ પ્રયાસો લગાવી દીધા છે. દરમિયાન આજે યોજાયેલી એક રેલી દરમિયાન કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ સાંસદ દીપેન્દ્ર હુડ્ડાની પ્રશંસા કરી હતી. આ પછી દીપેન્દ્ર પણ ખુશ દેખાતા હતા.
પ્રિયંકા ગાંધીએ કરેલા વખાણ પછી દીપેન્દ્ર હુડ્ડા એ પોતાના x હેન્ડલ પર લખ્યું, ‘કોંગ્રેસ પાર્ટીના સમર્પિત સિપાહીનાં રૂપમાં મારી કાર્યશૈલીથી બહેન પ્રિયંકા ગાંધી દ્વારા ઉચ્ચારાયેલા શબ્દો મારા માટે બહુ મૂલ્ય છે. આપનો ખૂબ-ખૂબ આભાર બહેન. આપ જ અમારા સંઘર્ષની પ્રેરણા છો’
દીપેન્દ્ર હુડ્ડાના કામની પ્રશંસા
આપને જણાવીએ કે, રેલી દરમિયાન પ્રિયંકા ગાંધીએ દીપેન્દ્ર હુડ્ડા માટે કહ્યું હતું કે, “હું દીપેન્દ્ર જીને ખૂબ સારી રીતે ઓળખું છું. હું તેમને વર્ષોથી ઓળખું છું. જો કોઈ હરિયાણાથી આવે છે, તો હું તેને પૂછું છું કે શું દીપેન્દ્ર જી જનતાને મળે છે? ગામડાઓમાં જાય છે ? સંઘર્ષ મહેનત કરે છે ? ત્યારે તેઓ હંમેશા દર્શાવે છે કે તમે સખત મહેનત કરો છો. અને તમારા ઘર -દરવાજા એમના માટે 24 કલાક ખુલ્લા છે.”
આપણ વાંચો: ….એવું તો શું થયું કે હરિયાણા વિધાનસભા ચૂંટણી પહેલા હુડ્ડા એ માનવો પડ્યો PM મોદીનો આભાર ?
પ્રિયંકા ગાંધીએ વધુમાં કહ્યું કે, “જ્યારે આપણે કોઈ નેતાની પસંદગી કરીએ છીએ ત્યારે આપણે બે-ચાર બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ કે તેણે પોતાના જીવનમાં શું કર્યું છે. શું તેણે ક્યારેય જનતાની સેવા કરી છે? અથવા તેની વાર્તા શું છે? ઘણી વખત આપણે જોઈએ છીએ કે કોઈ નેતાએ સંઘર્ષ કર્યો હોય અને આ નેતાના પરિવારે પોતાના દેશ માટે શહીદી આપી હોય. અથવા આ પરિવારે કામ કર્યું છે. અથવા નવો નેતા સંઘર્ષ કરે છે.
દીપેન્દ્ર હુડ્ડાએ કર્યું કામ’
હરિયાણામાં રેલી દરમિયાન તેણીએ ભાષણમાં એમ પણ કહ્યું, “બીજી વાત એ છે કે તેણે જ્યાં પણ કામ કર્યું છે ત્યાં શું થઈ રહ્યું છે. ઉદાહરણ તરીકે, જ્યારે દીપેન્દ્ર રોહતક અને હરિયાણામાં અન્ય સ્થળોએ કામ કરે છે, ત્યારે તમે જાતે જોયું હશે કે તેના ક્ષેત્રમાં પરિવર્તન આવ્યું છે. યુવાનોને રોજગારી મળી રહી હતી. કમાવવું એટલું અઘરું નહોતું અને પછી આપણે નેતાના ઇરાદા જોઈશું કે નેતા જે કહે છે તેમાં સત્ય છે કે નહીં.”