નેશનલમનોરંજન

પ્રાણ પ્રતિષ્ઠા બાદ પીએમ નરેન્દ્ર મોદીએ અમિતાભ બચ્ચનને મળીને શું પૂછ્યું?

દેશભરમાં આજે રામ નામની જ ગુંજ જોવા મળી રહી છે અને 500 વર્ષ બાદ રામ લલ્લા આખરે સિંહાસન પર બિરાજમાન થયા છે. એક એક દેશવાસી રામની ભક્તિમાં રમમાણ જોવા મળી રહ્યો છે. આ ઐતિહાસિક કાર્યક્રમમાં રાજકારણીઓસ બોલીવૂડના સેલેબ્સ, ખેલાડીઓ, ઉદ્યોગપતિ સહિત અનેક નામી અનામી હસ્તીઓઓ હાજરી આપી હતી અને ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા હતી અને આ દરમિયાન અમિતાભ બચ્ચન અને પીએમ મોદીનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે.

પીએમ મોદી જેવા વડા પ્રધાન મોદીને મળ્યા એટલે તેમણે એક સવાલ કર્યો હતો આવો જોઈએ શું છે આ સવાલ…
વડા પ્રધાન નરેન્દ્ર મોદી જેવા બિગ બીને મળે છે એટલે તરત જ તેઓ તેમને પૂછે છે તમારો હાથ કેમ છે હવે? વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બિગ બીની તબિયતની ખબર અંતર પૂછ્યા બાદ દીકરા અભિષેક બચ્ચન સાથે પણ વાત કરી હતી. એક ન્યુઝ ચેનલ દ્વારા આનો વીડિયો શેર કરવામાં આવ્યો છે અને આ વીડિયોમાં પીએમ મોદીના સવાલ બાદ બિગ બી પણ પીએમ મોદીને હાથને દેખાડતા જોવા મળી રહ્યા છે.

અહીંયા તમારી જાણ માટે કે હાલમાં અમિતાભ બચ્ચનની સર્જરી થઈ છે અને બિગ બીએ પોતાના બ્લોગ પર આ અંગેની માહિતી આપી હતી. ફોટો શેર કરતાં બિગ બીએ લખ્યું હતું કે વધુ એક ફોટો શૂટ… સાંજના સમયે મિત્રો સાથે મુલાકાત. ખૂબ મજા પડી ગઈ. અક્ષય કુમારને પણ તેમણે પોતાની હાથની ઈજા અંગે જણાવ્યું હતું. ટૂંક સમયમાં જ એક્ટર ફિલ્મમાં પણ કામ કરતાં જોવા મળશે.

રામ લલ્લાના કાર્યક્રમમાં આલિયા ભટ્ટ-રણબીર કપૂર, કેટરિના કૈફ-વિકી કૌશલ, માધુરી દિક્ષિત, કંગના રનૌત, હેમા માલિની સહિતના અનેક સુપર સ્ટાર જોવા મળ્યા હતા. દરમિયાન સોશિયલ મીડિયા પર હેમા માલિનીનો પણ એક ડાન્સ કરતો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. બિગ બી બાદ પીએમ મોદીએ સાઉથના સુપર સ્ટાર રજનીકાંતની મુલાકાત પણ લીધી હતી. અક્ષય કુમાર શૂટિંગને કારણે આ ઐતિહાસિક કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચી શક્યો નહોતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress સારા તેંડુલકરનો આ અનોખો અંદાજ જોઈને કહી ઉઠશો… આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને? કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો