નેશનલ

ગૃહ પ્રધાન અમિત શાહ ઝાંઝરપુરની મુલાકાત દરમિયાન શું બોલ્યા…

મધુબનીઃ ગૃહ પ્રધાન અમિત શાહ બિહારના ઝાંઝરપુરમાં રેલીને સંબોધિત કરી હતી એ દરમિયાન અમિત શાહે કહ્યું હતું કે થોડા દિવસો પહેલા લાલુ-નીતીશ જીની સરકારે ફતવો બહાર પાડ્યો હતો કે બિહારમાં રક્ષાબંધનની રજા, જન્માષ્ટમીની રજા નહીં હોય અને બિહારના લોકોએ જે હોબાળો કર્યો તેનાથી તેમની શાન ઠેકાણી આવી ગઇ છે.

આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે બિહારની જનતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સાથે છે. 2019નો 39 સીટોનો રેકોર્ડ 2024માં તૂટી જશે. 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપ બિહારમાં 40 બેઠકો જીતશે. બિહારમાં ફરી જંગલ રાજ આવ્યું છે. લાલુજી સક્રિય થઈ ગયા છે અને નીતીશજી નિષ્ક્રિય છે. અને તેના કારણે બિહારમાં ફરી પાછું ગુંડારાજ શરૂ થઇ ગયું છે.

ચંદ્રયાન 3 ની સફળતાએ ભારતને ઉચ્ચ સ્તરે પહોંચાડી દીધું છે. આ ઉપરાંત G20ની સફળતાએ પણ સમગ્ર વિશ્વમાં ભારતની પ્રતિષ્ઠા વધારી દીધી છે. આપણા વડા પ્રધાને જી-20 બેઠકમાં નાલંદા યુનિવર્સિટીની પ્રતિષ્ઠા વધારવાનું કામ કર્યું છે, જ્યારે મધુબની પેઈન્ટિંગ પણ દરેકના દિલ પર એક અલગ છાપ છોડી હતી.

જો લાલુ-નીતીશ સત્તામાં આવશે તો મિથિલાંચલમાં ઘૂસણખોરી વધી જશે. યુપીએએ તેનું નામ બદલીને I.N.D.I.A. કરી દીધું પરંતુ નામ બદલવાથી તમારા કરેલા કૌભાંડો ભુલાશે નહિં. લાલુજીએ માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર કર્યો છે. બિહારના 86 લાખ ખેડૂતોને દર વર્ષે કેન્દ્ર સરકાર તરફથી 6000 રૂપિયા આપવામાં આવ્યા છે. બિહાર રાજ્ય નરેન્દ્ર મોદીજીની પ્રાથમિકતામાં સામેલ છે.

જો લાલુની સરકાર ફરીથી સત્તામાં આવશે તો બિહારને વર્ષો પાછળ ધકેલી દેશે. વિરોધ પક્ષોના નેતાઓ પર રામચરિતમાનસનું અપમાન કરવાનો પણ આરોપ લગાવ્યો હતો. સીએમ નીતીશ કુમાર પર નિશાન સાધતા શાહે કહ્યું હતું કે વડા પ્રધાન બનવા માટે જે ગઠબંધન કર્યું છે તે તેમને પણ ડુબાડી દેશે.

દરભંગા AIIMSને લઈને અમિત શાહે કહ્યું હતું કે નીતીશ બાબુ હંમેશા દરભંગા AIIMS પર બોલતા રહે છે. પરંતુ શું તમને ખબર છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પટનાની સાથે AIIMS દરભંગાને પણ મંજૂરી આપી દીધી હતી. આ માટે નીતીશ કુમારે મેડિકલ કોલેજની 81 એકર જમીન કેન્દ્ર સરકારને આપી હતી અને પછી તેને પાછી લઈ લીધી હતી. જો નીતીશ કુમારે જમીન પાછી ન લીધી હોત તો દરભંગા AIIMS અત્યાર સુધીમાં તૈયાર થઈ ગયું હોત.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ Blood Groupના લોકો હોય છે ખૂબ જ સુંદર, જોઈ લો તમારું બ્લડ ગ્રુપ તો નથી ને? જાણો શા માટે તિબેટ ઉપરથી પ્લેન ઉડતા નથી એક મહિનામાં પેટ પરથી ચરબીના થર ઉતારી દેશે આ એક વસ્તુ… આટલી મોંઘી કુર્તી પહેરીને પપ્પાના ખોળામાં મસ્તી કરતી દેખાઈ Raha Kapoor…