Ram Mandir પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં પહોંચેલા બાબા બાગેશ્વરે શું કહ્યું?
આજે રામનગરી Ayodhyaમાં ઉત્સવનો માહોલ છે. રામ મંદિરનું ભવ્ય ઉદ્ઘાટન અને રામલલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થઇ ચુકી છે. કાર્યક્રમના સાક્ષી બનેલા અનેક મહેમાનો પોતાની લાગણી મીડિયા સમક્ષ વ્યક્ત કરી રહ્યા છે ત્યારે બાબા બાગેશ્વર એટલે કે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ પણ નિવેદન આપ્યું હતું, તેમણે કહ્યું હતું કે ‘જે રામના નહી તે કોઇ કામના નહી, દેશમાં હાલ રામલહેર ચાલી રહી છે. આને જ રામરાજ્ય કહેવાય છે અને આજથી રામરાજ્યના શ્રીગણેશ થઇ ચુક્યા છે.’
બાબા બાગેશ્વર જ્યારે અયોધ્યા જઇ રહ્યા હતા ત્યારે તેમણે હનુમાન ચાલીસાનો પાઠ પણ કર્યો હતો. તેમની સાથે હાજરી આપવા પહોંચેલા ભક્તો પણ રામભક્તિમાં લીન થયા હતા.
તો બીજી બાજુ 21 તારીખે જ અયોધ્યા પહોંચી ગયેલા બોલીવુડ અભિનેત્રી કંગના રનૌતે બાબા બાગેશ્વર સાથે મુલાકાત કરી હતી. તેમણે આ મુલાકાતની તસવીરો સોશિયલ મીડિયા પર શેર પણ કરી છે. જેને કેપશનમાં લખ્યું છે કે, ‘મન થયું નાના ભાઇની જેમ તેમને ભેટી પડું.’
કંગનાએ લખ્યું હતુ કે ‘પહેલીવાર મારાથી નાની ઉંમરના ગુરુજીને મળી છું. તેઓ મારાથી લગભગ 10 વર્ષ નાના છે. મને પહેલા થયું કે નાના ભાઇની જેમ તેમને ભેટી પડું પરંતુ યાદ આવ્યું કે ઉંમરથી નહિ પણ કર્મથી ગુરુ બનાય છે.’ કંગનાની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહી છે