રાહુલ ગાંધીને તતડાવનારી સુપ્રીમ કોર્ટને પ્રિયંકા ગાંધીએ શું આપ્યો જવાબ ? | મુંબઈ સમાચાર

રાહુલ ગાંધીને તતડાવનારી સુપ્રીમ કોર્ટને પ્રિયંકા ગાંધીએ શું આપ્યો જવાબ ?

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને ચીન મુદ્દે તતડાવ્યા બાદ પ્રિયંકા ગાંધી રાહુલ ગાંધીના બચાવમાં ઉતર્યા છે. તેમણે કોર્ટને જવાબ આપ્યો છે કે, હું સંપૂર્ણ સન્માન સાથે ન્યાયધીશોને કહેવા માંગું છું કે તમે એ નક્કી ના કરી
શકો કે સાચા ભારતીય કોણ છે. કોણ સાચા ભારતીય છે કે નહી એ અદાલત નક્કી ના કરી શકે. આ તેમના કાર્યક્ષેત્રમાં નથી આવતું. રાહુલ ગાંધીના દિલમાં સેના માટે આદર અને સન્માન છે. મારો ભાઈ ક્યારે પણ સેના વિરુદ્ધ ના બોલી શકે. તે સેનાનું ઉચ્ચ સન્માન રાખે છે. તેમના નિવેદનનો ખોટો અર્થ નીકાળવામાં આવ્યો છે.

સાચા ભારતીય હોત તો આવું ના બોલ્યા હોત

સુપ્રીમ કોર્ટે સોમવારે કોંગ્રેસના નેતા અને સાંસદ રાહુલને તતડાવ્યા હતા. તેમણે ભારતીય સેના વિરુદ્ધ કરેલી ટીપ્પણી મામલે ફટકાર લગાવી હતી. કોર્ટે તેમને પૂછ્યું કે તમને કેવી રીતે ખબર પડી કે ચીને ભારતની 2000 વર્ગ કિલોમીટર જમીન હડપી લીધી છે. જો તમે સાચા ભારતીય હોત તો આવું ના બોલ્યા હોત.

2003માં ભારત જોડો યાત્રા દરમિયાન દાવો

ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીએ સેના વિરુદ્ધ કરેલી ટીપ્પણીના માનહાની કેસને પડકારવા સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જેમાં રાહુલ ગાંધીએ વર્ષ 2003માં ભારત જોડો યાત્રા દરમિયાન દાવો કર્યો હતો કે એક પૂર્વ સેના અધિકારીએ તેમને
જણાવ્યું છે કે, ચીને ભારતની 2000 વર્ગ કિલોમીટર જમીન પર કબજો કર્યો છે. આ નિવેદન બાદ રાજકીય વિવાદ છેડાયો હતો અને રાહુલ ગાંધી પર માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

નીચલી અદાલતમાં માનહાની કેસમાં કાર્યવાહી પર રોક

જોકે, રાહુલ ગાંધીની અરજી પર સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશ સરકાર અને ફરીયાદીઓ બંનેને નોટીસ ઇસ્યુ કરી છે. કોર્ટે રાહુલ ગાંધીને રાહત આપતા નીચલી અદાલતમાં માનહાની કેસમાં કાર્યવાહી પર રોક લગાવી છે. તેમજ સુનાવણી માટે ત્રણ અઠવાડિયાનો સમય આપ્યો છે.

આપણ વાંચો:  નરેન્દ્ર મોદી સામે મોરચો માંડનારા ભૂતપૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું નિધન

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button