નેશનલ
અમદાવાદ દિલ્હી સરાય રોહિલ્લા વચ્ચે પશ્ચિમ રેલવે દોડાવાશે બે જોડી સ્પેશ્યલ ટ્રેન
અમદાવાદઃ પશ્ચિમ રેલવે દ્વારા પ્રવાસીઓ સુવિધા અને પેસેન્જર ટ્રાફિકને ધ્યાનમાં રાખીને સાબરમતી અને દિલ્હી સરાય રોહિલ્લા વચ્ચે સ્પેશિયલ ફેર સાથે બે જોડી સ્પેશ્યલ (આરક્ષિત) ટ્રેનો ચલાવવાનો નિર્ણય લીધો છે. જેની વિગતો નીચે મુજબ છે:
- ટ્રેન નં. 04013/04014 સાબરમતી-દિલ્હી સરાય રોહિલ્લા સ્પેશિયલ (૨ ટ્રિપ) ટ્રેન નંબર 04013 સાબરમતી-દિલ્હી સરાય રોહિલ્લા સ્પેશિયલ 25 જાન્યુઆરી 2025ના રોજ સાબરમતીથી સવારે 05.30 વાગ્યે ઉપડશે અને તે જ દિવસે રાત્રે 23.00 વાગ્યે દિલ્હી સરાય રોહિલ્લા પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 04014 દિલ્હી સરાય રોહિલ્લા-સાબરમતી સ્પેશિયલ 24 જાન્યુઆરી 2025ના રોજ દિલ્હી સરાય રોહિલ્લાથી સવારે 08.10 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 00.30 વાગ્યે સાબરમતી પહોંચશે.
આ ટ્રેન માર્ગ માં બંને દિશાઓ માં પાલનપુર, આબુ રોડ, ફાલના, મારવાડ, બ્યાવર, અજમેર, કિશનગઢ, જયપુર, અલવર, રેવાડી, ગુડગાંવ અને દિલ્હી કેન્ટ સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી I -ટાયર, એસી 2 – ટાયર અને એસી 3-ટાયર શ્રેણીના કોચ હશે. - ટ્રેન નં. 04063/04064 સાબરમતી-દિલ્હી સરાઈ રોહિલ્લા સ્પેશિયલ (2 ટ્રિપ્સ) ટ્રેન નંબર 04063 સાબરમતી-દિલ્હી સરાય રોહિલ્લા સ્પેશિયલ 26 જાન્યુઆરી 2025 ના રોજ સાબરમતીથી સવારે 05.30 વાગ્યે ઉપડશે અને તે જ દિવસે રાતના અગિયાર વાગ્યે દિલ્હી સરાય રોહિલ્લા પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 04064 દિલ્હી સરાય રોહિલ્લા-સાબરમતી સ્પેશિયલ 25 જાન્યુઆરી 2025ના રોજ દિલ્હી સરાય રોહિલ્લાથી સવારે 08.10 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 00.30 વાગ્યે સાબરમતી પહોંચશે.
Also read: પશ્ચિમ રેલવેના પ્રવાસીઓ માટે મહત્ત્વના સમાચાર, વીકએન્ડમાં ‘મેજર નાઈટ’ બ્લોક
આ ટ્રેન માર્ગમાં બંને દિશાઓમાં પાલનપુર, આબુ રોડ, ફાલના, મારવાડ, બ્યાવર, અજમેર, કિશનગઢ, જયપુર, અલવર, રેવાડી, ગુડગાંવ અને દિલ્હી કેન્ટ સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી I – ટાયર, એસી 2 – ટાયર, એસી 3 – ટાયર અને સ્લીપર ક્લાસ કોચ હશે. ટ્રેન નંબર 04013 અને 04063 માટે બુકિંગ આજથી બધા પીઆરએસ કાઉન્ટર અને આઈઆરસીટીસી વેબસાઇટ પર ચાલુ છે. વધુ વિગતવાર માહિતી માટે પ્રવાસીઓ www.enquiry.indianrail.gov.inની મુલાકાત લઈ શકે છે.