હવે ઓખાથી રામેશ્વરમ પહોંચવાનો માર્ગ મોકળો, આ ટ્રેનથી જઈ શકશો…

ઓખા: પશ્ચિમ રેલવેએ હવે ઓખાથી સીધા રામેશ્વરમ પહોંચવાનું સરળ બનાવ્યું છે અને એ પણ દુનિયાની અજાયબી સમાન પમ્બન બ્રિજને પણ જોઈ શકાશે. કઈ રીતે જાણીએ.
દક્ષિણ રેલ્વે દ્વારા રામેશ્વરમ અને મંડપમ વચ્ચે સ્થિત પ્રખ્યાત પમ્બન બ્રિજનું નવીનીકરણ કાર્ય પૂર્ણ થયા પછી રેલ ટ્રાફિક માટે ફરીથી ખોલવામાં આવ્યો છે.
આ કારણે, ટ્રેન સંખ્યા 16734 ઓખા-રામેશ્વરમ એક્સપ્રેસ તાત્કાલિક અસરથી દર મંગળવારે ઓખાથી 08.40 વાગ્યે ઉપડશે અને મંડપમ સ્ટેશનને બદલે ફરીથી રામેશ્વરમ સ્ટેશન સુધી જશે. આ ટ્રેન ગુરુવારે ૧૯.૧૦ વાગ્યે રામેશ્વરમ પહોંચશે. પરત મુસાફરીમાં, ટ્રેન નં. ૧૬૭૩૩ રામેશ્વરમ-ઓખા એક્સપ્રેસ પણ તાત્કાલિક અસરથી મંડપમને બદલે રામેશ્વરમથી શરૂ થશે અને ઓખા સુધી જશે. આ ટ્રેન દર શુક્રવારે રામેશ્વરમથી 22.30 વાગ્યે ઉપડશે અને સોમવારે 10.20 વાગ્યે ઓખા પહોંચશે. આ ઉપરાંત, આ બંને ટ્રેનોને મંડપમ અને રામનાથપુરમ સ્ટેશન પર વધારાનો સ્ટોપેજ આપવામાં આવ્યું છે.
ટ્રેનોના સંચાલન અને સ્ટોપેજ સંબંધિત નવીન અપડેટ્સ માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.