મહિલાએ હોમ એપ્લાયન્સનો ઓર્ડર આપ્યો અને મળ્યો મૃતદેહ, જાણો શું છે આ ચોંકાવનારી ઘટના…
અમરાવતી: ઓનલાઈન શોપિંગ સાઈટ પર ખરીદી બાદ ઘણીવાર ઓર્ડર કરેલી વસ્તુને જગ્યાએ બીજી જ વસ્તુ ડીલીવર કરવામાં આવી હોય એવી ઘટનાઓ બની છે. પરંતુ આંધ્રપ્રદેશ પશ્ચિમ ગોદાવરી જિલ્લામાં એક આઘાતજનક ઘટના બની હતી. એક મહિલાને પાર્સલમાં કોહવાયેલો મૃતદેહ મળ્યો, સાથે 1.3 કરોડ રૂપિયાની માંગણી કરતો પત્ર મોકલવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : હરિયાણાના પૂર્વ સીએમ ઓમપ્રકાશ ચૌટાલાનું નિધન, 89 વર્ષની વયે ગુરુગ્રામમાં લીધા અંતિમ શ્વાસ
એક અખબારી અહેવાલ મુજબ મહિલાની ઓળખ નાગા તુલસી તરીકે થઈ છે. તે સરકાર દ્વારા મંજૂર થયેલ જગ્યા પર મકાન બંધી રહી હતી અને નાણાકીય સહાય માટે ક્ષત્રિય સેવા સમિતિનો સંપર્ક કર્યો હતો. સમિતિએ અગાઉ તેણે ટાઇલ્સ મોકલી હતી. પ્રથમ રાઉન્ડ પછી તુલસીએ સમિતિને ફરીથી પત્ર લખીને તેના ઘર માટે ઈલેક્ટ્રોનિક ઉપકરણોની માંગ કરી હતી. મહિલાને એક વોટ્સએપ મેસેજ મળ્યો જેમાં કહેવામાં આવ્યું હતું કે તેણે લાઇટ, પંખા અને સ્વીચ જેવી વસ્તુઓ આપવામાં આવશે.
પરિણામો ભોગવવાની ચેતવણી:
ગુરુવારે એક ડિલિવરી પર્સને પાર્સલ પહોંચાડ્યું હતું, રાત્રે તુલસીએ પાર્સલ ખોલ્યું તો કોહવાઈ ગયેલી લાશ મળી હતી, જેના કારણે તે આઘાતમાં સરી પડી હતી. લાશની સાથે રૂ.1.30 કરોડની માંગ કરતો પત્ર પણ હતો. સાથે એવું લખવામાં આવ્યું હતું કે જો માંગ નહીં સંતોષાય તો ગંભીર પરિણામો ભોગવવા પડશે. જો કે એ હજુ સ્પષ્ટ નથી કે આ પત્ર તુલસીને સંબોધીને લખવામાં આવ્યો હતો કે તેના પરિવારના સભ્યને.
આ પણ વાંચો : ફી બાકી હોવાથી સંચાલકોએ વિદ્યાર્થીઓને અંધારા રૂમમાં બંધ કરી દીધા, વાલીઓએ રોષ ઠાલવ્યો
પોલીસે તપાસ શરુ કરી:
તુલસીના ઘરના લોકો ગભરાઈ ગયા હતાં . પોલીસને કરવામાં આવી હતી. અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરુ કરી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પ્રાથમિક તારણો સૂચવે છે કે મૃત્યુ ચારથી પાંચ દિવસ પહેલા થયું હતું. પોલીસે મૃતક વ્યક્તિની ઓળખ કરવા માટે તપાસ શરૂ કરી છે.
પોલીસ દ્વારા ક્ષત્રિય સેવા સમિતિના પ્રતિનિધિઓને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે.