Train Accident :પશ્ચિમ બંગાળમાં કંચનજંગા એક્સપ્રેસ ગુડ્સ ટ્રેન સાથે અથડાઈ, અનેક લોકોના મોત

જલપાઈગુડી : પશ્ચિમ બંગાળમાં એક મોટી ટ્રેન દુર્ઘટના(Train Accident) સર્જાઇ છે. જેમાં જલપાઈગુડીમાં મુસાફરોથી ભરેલી કંચનજંગા એક્સપ્રેસ ગુડ્સ ટ્રેન સાથે અથડાઈ હતી. આ ટક્કર એટલી ગંભીર હતી કે કંચનજંગા એક્સપ્રેસના ઘણા ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. ટ્રેન નંબર 13174 કંચનજંગા એક્સપ્રેસ ગુડ્સ ટ્રેન સાથે અથડાઈ હતી. આ પછી કંચનજંગા એક્સપ્રેસના બે ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર આ અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે અને આ સંખ્યા હજુ વધી શકે છે. જ્યારે અનેક લોકો ઘાયલ થયાના સમાચાર છે. અકસ્માત બાદ રેસ્ક્યુ ટીમ અને સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને મુસાફરોને બચાવવાનું શરૂ કરી દીધું છે.
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે દુ:ખ વ્યક્ત કર્યું
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ટ્વીટ કરીને ટ્રેન દુર્ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, NFR ઝોનમાં ખૂબ જ દુ:ખદ અકસ્માત થયો છે. બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. રેલવે, NDRF અને SDRFની ટીમો સાથે મળીને કામ કરી રહી છે. ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે. વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.
Also Read –