નેશનલ

પશ્ચિમ બંગાળમાં પીએમ મોદીની રેલીમાં સામેલ થવા જતા ત્રણ કાર્યકરોના મોત, પીએમ મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું

કોલકાતા : પીએમ મોદી આજે પશ્ચિમ બંગાળની મુલાકાતે છે. ત્યારે એક દુ:ખદ ઘટના પ્રકાશમાં આવી છે. મુર્શિદાબાદના ત્રણ ભાજપ સમર્થકો જેઓ નાદિયા જિલ્લાના તાહેરપુરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલીમાં હાજરી આપવા જઈ રહ્યા હતા. તેમનું ટ્રેન અકસ્માતમાં મૃત્યુ થયું હતું. આ ઘટના શુક્રવારે વહેલી સવારે તાહેરપુર સ્ટેશન નજીક રેલ્વે ટ્રેક પાસે બની હતી. આ મૃતકોની ઓળખ થઈ ગઈ છે. રામપ્રસાદ ઘોષ બરંજા, મુક્તિપદ સૂત્રધર બરંજા અને બૈરબ ઘોષ તરીકે થઈ છે. આ લોકો સબલદહાના રહેવાસી હતા.

વડાપ્રધાન મોદીએ પણ શોક વ્યક્ત કર્યો

આ અંગે મળતી માહિતી મુજબ મુર્શિદાબાદના બરંજાના વિસ્તારના સબલદહા ગામના લગભગ 40 લોકોનું એક જૂથ શુક્રવારે રાત્રે વડા પ્રધાનની રેલીમાં હાજરી આપવા માટે તાહેરપુર પહોંચ્યું હતું. શુક્રવારે સવારે રેલવે ટ્રેક નજીક અચાનક ટ્રેનની ટક્કર લાગતા આ અકસ્માત થયો હતો.

મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા. અકસ્માતમાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો અને તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. માહિતી મળતાં જ રેલવે પોલીસ અને સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. વડાપ્રધાન મોદીએ પણ શોક વ્યક્ત કર્યો છે.

હેલિકોપ્ટર પશ્ચિમ બંગાળના તાહેરપુરમાં ઉતરી શક્યું ન હતું

આ દરમિયાન પશ્ચિમ બંગાળના નાદિયાના તાહેરપુરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર સભા હતી. જોકે, ભારે ધુમ્મસના કારણે હેલિકોપ્ટર પશ્ચિમ બંગાળના તાહેરપુરમાં ઉતરી શક્યું ન હતું. હેલિકોપ્ટરને કોલકાતા એરપોર્ટ પર પાછા ફરવું પડ્યું હતું. પીએમ મોદીએ વીડિયો કોલ દ્વારા જનતાને સંબોધિત કરી હતી.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button