Top Newsનેશનલ

પશ્ચિમ બંગાળમાં SIR લાગુ કરવાનો વિરોધ, મમતા બેનર્જી વિરોધ માર્ચ યોજશે…

કોલકાતા : પશ્ચિમ બંગાળમાં SIR લાગુ કરવાના ચૂંટણી પંચના નિર્ણયનો સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ અંગે પશ્ચિમ બંગાળન સીએમ મમતા બેનર્જીએ ખુલ્લે આમ SIR નો વિરોધ કરી રહ્યા છે. તેમજ આનો વિરોધ કરવા માટે ચાર નવેમ્બરના રોજ વિશાળ માર્ચનું આયોજન કરવામાં આવશે જેનું તે નેતુત્વ કરશે.

આ ઉપરાંત SIR ની તાલીમ દરમિયાન બ્લોક લેવલ અધિકારીઓ દ્વારા પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેમાં આ અધિકારીઓ કામકાજના સમય અને સુરક્ષાના મુદ્દે વિરોધ કરી રહ્યા છે.

ડ્રાફટ મતદાર યાદી 9 ડિસેમ્બરના રોજ જાહેર કરાશે

પશ્ચિમ બંગાળમાં SIR લાગુ કરવાના મુદ્દે ચૂંટણી પંચે જણાવ્યું છે કે તેનો અમલ બીજા તબક્કામાં કરવામાં આવશે. આ ઉપરાંત અન્ય 11 રાજ્યોમાં પણ તેને લાગુ કરવામાં આવશે. આ રાજ્યોમાં આગામી વર્ષે ચૂંટણી યોજાવાની છે. SIR ની પ્રક્રિયા ચાર નવેમ્બરથી શરુ થઈને ચાર ડિસેમ્બર સુધી ચાલશે. તેમજ ડ્રાફટ મતદાર યાદી 9 ડિસેમ્બર 2025ના રોજ જાહેર કરવામાં આવશે અને આખરી મતદાર યાદી 7 ફેબ્રુઆરી 2026 ના રોજ પ્રકાશિત કરવામાં આવશે.

ટ્રેનિંગ દરમિયાન સ્કુલ અધિકારીઓ શિક્ષકોને ગેરહાજર દર્શાવ્યા

CEO West Bengal

હાલમાં પશ્ચિમ બંગાળમાં કોલકાતા સહિત અનેક રાજ્યોમાં SIR ના અમલ માટે બીએલઓ અધિકારીઓને તાલીમ આપવામાં આવી રહી છે. જેમાં સરકારી કર્મચારીઓ સત્તાવાર કામકાજના કલાકો અને કેન્દ્રીય સુરક્ષા કવર સહિત અનેક માંગો કરી છે.

જયારે કેટલાક શિક્ષકો જે બીએલઓ ડ્યુટી પર છે તેમનો આરોપ છે કે તેમના ટ્રેનિંગ દરમિયાન સ્કુલ અધિકારીઓ તેમને ગેરહાજર દર્શાવ્યા છે. તેમની માંગ છે કે તાલીમ સમય દરમિયાન તેમની હાજરી ગણવામાં આવે. તેમજ ટ્રેનિંગ દરમિયાન કેન્દ્રીય સુરક્ષા દળોની સુરક્ષાની માંગ કરી છે. તેમજ સુરક્ષા ન મળતા મહિલા કર્મચારીઓએ સાંજના સમયે ટ્રેનિંગ પર આવવાનો ઇનકાર કર્યો છે.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button