કોલકાતા: લોકસભા ચૂંટણી(Loksabha Election) વચ્ચે પશ્ચિમ બંગાળમાં હિંસાના બનાવો(violence in West Bengal) સતત બની રહ્યા છે. ગુરુવારે પૂર્વ મેદિનીપુર જિલ્લાના નંદીગ્રામ(Nandigram)માં એક વૃદ્ધ મહિલાની હત્યા થઇ હતી. રાજ્યમાં થઇ રહેલી હિંસાની ઘટનાઓ અંગે રાજ્યપાલ સીવી આનંદ બોઝે (C. V. Ananda Bose) મુખ્ય પ્રધાન મમતા બેનર્જી(Mamata Banerjee)ને પત્ર લખતો છે. રાજ્યપાલે હિંસા રોકવા પગલાં લેવા અને રિપોર્ટ સોંપવાનો નિર્દેશ આપ્યા છે. રાજ્યપાલે સીએમ મમતા બેનર્જી કહ્યું કે આ રક્તપાત બંધ કરાવો.
અહેવાલ મુજબ મૃતક મહિલા ભાજપની કાર્યકર્તા હતી. મૃતક મહિલા અનુસૂચિત જાતિ સમુદાયની હતી. જ્યાં હત્યા થઈ તે વિસ્તાર તમલુક લોકસભા સીટ હેઠળ આવે છે. આ વિસ્તાર બંગાળના વિપક્ષી નેતા અને ભાજપના વરિષ્ઠ નેતા સુવેન્દુ અધિકારીનો ગઢ છે. અહીં 25 મેના રોજ મતદાન પણ થવાનું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્યપાલે સીએમ મમતાને તાત્કાલિક પગલાં લેવા અને રિપોર્ટ સોંપવાનો નિર્દેશ આપ્યો છે. તેમણે ભારતના બંધારણના અનુચ્છેદ 167 હેઠળ આમ કરવા સૂચના આપી છે. રાજ્યપાલે સીએમને અસરકારક પગલાં લેવા જણાવ્યું છે.
હત્યા બાદ નંદીગ્રામમાં ભાજપના કાર્યકરોએ સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ભાજપના કાર્યકરોએ રસ્તાઓ પર ચક્કાજામ કર્યું અને દુકાનો બંધ કરાવી. તેમણે આરોપ લગાવ્યો કે મહિલાની હત્યા માટે ટીએમસીના કાર્યકરો જવાબદાર છે.
વિરોધ દરમિયાન પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે બંગાળ પોલીસ, સેન્ટ્રલ ફોર્સ અને આરએએફને ભીડને વિખેરવા માટે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. આ હત્યા કેસમાં એક વ્યક્તિને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.