નેશનલ

West Bengal માં મધ્યગ્રામમાં તંગદિલી, સગીરા સાથે છેડછાડ મામલે આરોપીના ઘરમાં તોડફોડ…

કોલકાતા : પશ્ચિમ બંગાળમાં(West Bengal)ટ્રેઇની ડૉક્ટર પર રેપ અને મર્ડર કેસની ઘટનાની શાહી હજુ સુકાઈ નથી. ત્યાં મધ્યગ્રામમાં સગીરા સાથે છેડતીનો મામલો નોંધાયો છે. પશ્ચિમ બંગાળમાં મહિલાઓની સુરક્ષા મામલે સવાલો ઉભા થઈ રહ્યા છે. મહિલાઓની સુરક્ષાના મુદ્દે વિપક્ષ સતત મમતા સરકાર પર પ્રહારો કરી રહ્યું છે ત્યારે આ ઘટનાથી આ મુદ્દાને વધુ વેગ મળ્યો છે.

આ પણ વાંચો : West Bengal માં BJPની મહિલા કાર્યકરને નિર્વસ્ત્ર કરીને માર મરાયો, રાજકીય ઘમાસાણ

ટોળાએ આરોપીના ઘરની તોડફોડ કરી

જેમાં ઘટનાની વિગત મુજબ 24 પરગણાના મધ્યગ્રામમાં એક સગીરાની છેડતીનો મામલો પ્રકાશમાં આવ્યો છે. આ દરમિયાન ગુસ્સે ભરાયેલા ટોળાએ આરોપીના ઘર અને તેના સંબંધીની દુકાનમાં તોડફોડ કરી હતી. આ દરમિયાન પોલીસે ભીડને કાબૂમાં લેવા માટે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.

આ સિવાય સ્થાનિક ટીએમસી પંચાયત સભ્યના ઘર પર પણ હુમલો કરવામાં આવ્યો છે. સ્થાનિક લોકોનો આરોપ છે કે પંચાયત સભ્યના પતિએ વચેટિયાની ભૂમિકા ભજવવાનો પ્રયાસ કર્યો હતો.

આ પણ વાંચો : Kolkata Rape-Murder Case: મમતા બેનર્જીના પત્રનો કેન્દ્ર સરકારે આપ્યો વળતો જવાબ, TMCનું વિરોધ પ્રદર્શન

અમિત માલવિયાએ મમતા સરકાર પર નિશાન સાધ્યું

ભાજપના આઈટી સેલના વડા અમિત માલવિયાએ પશ્ચિમ બંગાળમાં મહિલાઓની સુરક્ષાના મુદ્દે મમતા સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું પશ્ચિમ બંગાળમાં, સપ્ટેમ્બર, 2024નો પહેલો દિવસ યૌન ઉત્પીડનના ચાર રેકોર્ડ કેસ સાથે શરૂ થાય છે.

  1. બીરભૂમના લામાબજાર હેલ્થ સેન્ટરમાં નર્સની છેડતી. તે નાઈટ ડ્યુટી પર હતી ત્યારે શેખ અબ્બાસુદ્દીન નામના શખ્સે તેની છેડતી કરી હતી.
    શું મમતા બેનર્જી મહિલાઓ માટે કામના સ્થળોને સુરક્ષિત બનાવવાને બદલે રાત્રે કામ કરવા માટે નર્સોને દોષી ઠેરવશે ?
  2. નદિયાના કૃષ્ણગંજના ભજનઘાટમાં સગીરા પર બળાત્કાર
  3. મધ્યગ્રામમાં ટીએમસી પંચાયતના સભ્યએ બીજા ધોરણમાં ભણતી સગીરાની છેડતી કરી
  4. હાવડા સદર હોસ્પિટલના સીટી સ્કેનર રૂમમાં ગઈકાલે રાત્રે એક છોકરીનું યૌન શોષણ થયું હતું.

આ પણ વાંચો : Kolkata માં શરૂ થયું પ્રોટેસ્ટ પોલિટીક્સ, TMC રેપ વિરુદ્ધ કડક કાયદો બનાવવા ધરણા કરશે

મમતા બેનર્જીના રાજીનામાની માંગ

તેમણે આગળ લખ્યું, ‘મમતા બેનર્જીના કારણે પશ્ચિમ બંગાળ મહિલાઓ માટે સૌથી અસુરક્ષિત રાજ્ય છે. તેમણે બળાત્કાર અને પોક્સોના કેસમાં આરોપીઓને સજા આપવા માટે કડક નિયમો લાગુ કરવા અને ફાસ્ટ ટ્રેક કોર્ટની સ્થાપના કરવા માટે કંઈ કર્યું નથી. તેમણે તેમના પદ પરથી રાજીનામું આપવું જોઈએ.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button