West Bengal ના રાજ્યપાલની મોટી જાહેરાત, સીએમ મમતા બેનર્જીનો કરશે સામાજિક બહિષ્કાર
કોલકાતા: પશ્ચિમ બંગાળની(West Bengal)રાજધાની કોલકાતાની આરજી કર હોસ્પિટલમાં મહિલા ડૉક્ટર પર રેપ અને મર્ડર કેસ બાદ હજુ પણ રાજકીય વિવાદ યથાવત છે. ત્યારે હવે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝે એક મોટી જાહેરાત કરી છે.રાજ્યપાલ સીવી આનંદ બોસે જાહેરાત કરી છે કે આરજી કર હોસ્પિટલ મુદ્દે વિરોધને લઈ લોકોના આક્રોશને ધ્યાનમાં રાખીને તેઓ મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે કોઈપણ જાહેર કાર્યક્રમમાં હાજર નહિ રહે.
મમતા બેનર્જીનો સામાજિક બહિષ્કાર
પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝે એક વીડિયોમાં કહ્યું છે કે તેઓ રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જીનો સામાજિક બહિષ્કાર કરશે. તેમણે કહ્યું કે હું મુખ્યમંત્રી સાથે કોઈ જાહેર કાર્યક્રમમાં હાજર નહી રહું. બંધારણીય જોગવાઈઓનું ઉલ્લંઘન કરવા બદલ હું તેમની સામે કાર્યવાહી કરીશ. રાજ્યપાલ તરીકેની મારી ભૂમિકા બંધારણીય જવાબદારીઓ સુધી મર્યાદિત રહેશે.
સરકાર તેની ફરજો નિભાવવામાં નિષ્ફળ રહી
સીવી આનંદ બોઝે કહ્યું છે કે હું બંગાળના લોકો માટે પ્રતિબદ્ધ છું. મેં આરજી કર ઘટના પીડિતાના માતા-પિતા અને ન્યાય માટે વિરોધ કરી રહેલા લોકો પ્રત્યે મારી પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. તેમણે કહ્યું કે મારા મૂલ્યાંકનમાં સરકાર તેની ફરજો નિભાવવામાં નિષ્ફળ રહી છે.
પોલીસ કમિશનર પર ગંભીર આરોપ
રાજ્યપાલ સીવી આનંદ બોઝે કહ્યું છે કે કોલકાતા પોલીસ કમિશનર પર ઉચ્ચ સ્તરીય ગુનાહિત વલણનો આરોપ છે. સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં આમંત્રણ ન હોવા છતાં કોલકાતા પોલીસ કમિશનર રાજભવનની અંદર આવ્યા હતા. આ એક ગુનાહિત કૃત્ય છે
Also Read –