Top Newsનેશનલ

પશ્ચિમ બંગાળમાં બાબરી મસ્જિદ મોડલ પર મસ્જિદનો શિલાન્યાસ, ભાજપે કર્યા આક્રમક પ્રહાર…

નવી દિલ્હી : પશ્ચિમ બંગાળમાં ટીએમસીના સસ્પેન્ડ ધારાસભ્ય હુમાયુ કબીરે મુર્શિદાબાદ જિલ્લામાં બાબરી મસ્જિદ મોડલ પર મસ્જિદનો શિલાન્યાસ કર્યો છે. આ મસ્જિદને સમર્થન આપવા લોકો મોટી સંખ્યામાં આ સ્થળે પહોંચ્યા છે. જેના લીધે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે ભાજપે આ મુદ્દે ટીએમસી પર પ્રહાર કર્યા છે. તેમજ કહ્યું છે કે મમતા બેનર્જી આગ સાથે રમત રમી રહ્યા છે.

મમતા બેનર્જીએ રાજકીય લાભ માટે હુમાયુ કબીરનો ઉપયોગ કર્યો

આ અંગે ભાજપ આઈટીસેલના પ્રમુખ અમિત માલવિયાએ વધુમાં જણાવ્યું કે, મુર્શિદાબાદના બેલડાંગાથી આવેલા સમાચારે દેશ માટે ગંભીર ચિંતા પેદા કરી છે. જેમાં મમતા બેનર્જીએ રાજકીય લાભ માટે મુસ્લિમ ભાવનાના ધ્રુવીકરણ માટે સસ્પેન્ડ કરાયેલા ટીએમસી ધારાસભ્ય હુમાયુ કબીરનો ઉપયોગ કર્યો છે. તેમજ સ્થાનિક અહેવાલ અનુસાર કબીર મુસ્લિમ સમર્થકો પાસેથી ઈંટ લઇને એ સ્થળે તેનો શિલાયન્સ કરતા જોવા મળ્યા જેને તે બાબરી મસ્જિદ ગણાવે છે.

બાબરના નામ પર દેશમાં કશું પણ સ્વીકાર કરવામાં નહિ આવે

જ્યારે ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી તરુણ ચૂધે કહ્યું કે, બાબર દેશની સંસ્કૃતિને સમાપ્ત કરવા આવ્યો હતો. તેણે ગુરુ નાનક સાહિબને જુલમી કહ્યા હતા. તેણે ગંગા, યમુના અને સરયૂ નદીમાં રક્ત વહાવ્યુ હતું. તેણે લોકો પર જુલમ કર્યા અને અને મંદિરો તોડયા હતા. બાબર ના નામ પર દેશમાં કોઇ સ્મારક કે વસ્તુ કશું પણ સ્વીકાર કરવામાં નહિ આવે.

સુરક્ષા માટે 3000થી પણ વધારે પોલીસ કર્મચારીઓ તૈનાત

બાબરી મસ્જિદના નિર્માણ માટે અનેક લોકો સામાન લઈને ટ્રેક્ટર મુર્શિદાબાદના બેલડાંગા પહોંચ્યા હતા. પરંતુ કેટલાક મુસ્લિમો પોતાના માથા પર ઈંટો મૂકીને મુર્શિદાબાદ પહોંચ્યા હતા. આ મસ્જિદ મામલે હુમાયુ કબીરે તૃણમૂલ કોંગ્રેસ પર વાક્ પ્રહાર કર્યાં હતાં. જેના કારણે ટીએમસીએ હુમાયુ કબીરને પાર્ટી વિરોધી પ્રવૃત્તિઓ કરવા બદલ પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવાની જાહેરાત કર હતી. જેથી હુમાયુ કબીરે પોતાની અલગ પાર્ટી બનાવવાની પણ જાહેરાત કરી છે. એટલું જ નહીં પરંતુ બાબરી મસ્જિદ માટે સરકાર પાસેથી એક રૂપિયો લેવામાં નહીં આવે તેવી જાહેરાત પણ કરી હતી.

આ પણ વાંચો…બાબરી મસ્જિદ માટે આખી જિંદગી કેસ લડનાર આ વ્યક્તિએ પીએમ મોદી પર કરી પુષ્પવર્ષા..

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button