પશ્ચિમ બંગાળમાં ગમખ્વાર માર્ગ અકસ્માત, 10 લોકોના મોત, 35 ઘાયલ

બર્દવાન : પશ્ચિમ બંગાળના પૂર્વ બર્દવાન જિલ્લામાં એક ગમખ્વાર માર્ગ અકસ્માતમાં 10 લોકોના મોત થયા છે અને 35 લોકો ઘાયલ થયા છે. જેમાં વહેલી સવારે એક પેસેન્જર બસ એક ટ્રેક્ટર સાથે અથડાઈ હતી. આ બસ બર્દવાનથી બિહારના દુર્ગાપુર જઇ રહી હતી.આ ખાનગી પેસેન્જર બસ પાર્ક કરેલા ટ્રેક્ટરના પાછળના ભાગ સાથે અથડાઈ હોવાનું જાણવા મળ્યું છે. આ અકસ્માત પૂર્વ બર્દવાનમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 19ના નાલા ફેરી ઘાટ પર થયો હતો.
બસમાંછ બાળકો સહિત 45 લોકો સવાર હતા
આ અંગે મળેલી માહિતી મુજબ આ તમામ લોકો બિહારના છે. તેમજ ગંગા સ્નાન કરીને પરત જઇ રહ્યા હતા. આ બસમાંછ બાળકો સહિત 45 લોકો સવાર હતા. જેમાં તમામ 6 બાળકો ઘાયલ થયા છે. ઇજાગ્રસ્ત લોકોની સંખ્યા 35
છે. આ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોમાં 8 પુરુષ અને બે મહિલા છે. જ્યારે તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકની
હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ડ્રાયવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો
આ દુર્ઘટના બાદ સ્થાનિક લોકો, પોલીસ અને વહીવટીતંત્રએ ઘાયલોને આરોગ્ય કેન્દ્ર અને હોસ્પિટલ પહોંચાડ્યા હતા. જેમાં અનેક ઘાયલોની સ્થિતી નાજુક છે. જેના લીધે મૃતકોની સંખ્યા વધી શકે છે. પ્રારંભિક માહિતી મુજબ બસના ડ્રાયવરે
સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવ્યો હતો. જેના લીધે આ અકસ્માત સર્જાયો હતો.
આપણ વાંચો: સ્માર્ટફોનનું કામ કરતા ચશ્માં થયા લોંચ, એન્ડ્રોઈડ અને આઈઓએસ બંને સાથે થાય છે કનેક્ટ, શું છે કિંમત ?