નેશનલ

મમતા બેનર્જીના ચૂંટણી પંચ પર ગંભીર પ્રહારો: કહ્યું આવું અહંકારી ચૂંટણી પંચ મેં ક્યારેય જોયું નથી…

નવી દિલ્હી: વિધાનસભા ચૂંટણી પહેલાં પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલા વોટર લિસ્ટ મામલે રાજકારણ ગરમાયું છે. ખાસ કરી સીએમ મમતા બેનર્જી પણ આ મામલે મેદાને ઉતર્યાં છે. આ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બંનેર્જીએ દિલ્હીમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત પછી મમતાએ ચૂંટણી પંચ અને મુખ્ય ચૂંટણી કમિશનર પર ગંભીર પ્રહારો પણ કર્યાં છે. મમતા બેનર્જીએ ચૂંટણી આયોગ પર ભાજપના ઇશારા પર કામ કરવાનો આરોપ લગાવ્યો છે. જેના કારણે મામલો વધારે ઉગ્ર બન્યો છે.

પશ્ચિમ બંગાળમાં ચૂંટણીના ૩ મહિના પહેલાં જ SIR કેમ?

મળતી વિગતો પ્રમાણે ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને મળવા મમતા બેનર્જી સાથે ટીએમસીના નેશનલ જનરલ સેક્રેટરી અભિષેક બેનર્જી, પાર્ટીના ધારાસભ્ય કલ્યાણ બેનર્જી અને અન્ય લોકો ઓફિસ પહોંચ્યા હતા. આ લોકોએ ઓફિસ બહાર હોબાળો મચાવ્યો હતો. ચૂંટણી કમિશનરને મળ્યા પછી મમતા બેનર્જીએ કહ્યું કે ચૂંટણીના ૩ મહિના પહેલાં જ પશ્ચિમ બંગાળમાં કેમ SIR પ્રક્રિયા શરૂ કરવામાં આવી? ચૂંટણીવાળા રાજ્યોને છોડી શકાય? આસામમાં ભાજપ સરકાર છે, ત્યાં SIRની પ્રક્રિયા કેમ શરૂ કરવામાં આવી નથી. એટલે મમતા બેનર્જીએ એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે ચૂંટણી પંચ દ્વારા ભાજપના ઈશારે પશ્ચિમ બંગાળને ટાર્ગેટ કરવામાં આવ્યું છે.

PTI

આવું અહંકારી ચૂંટણી પંચ મેં ક્યારેય જોયું નથી

મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ વધુમાં કહ્યું કે, એસઆઈઆરની કામગીરી દરમિયાન પશ્ચિમ બંગાળમાં 150 લોકોના મોત થયા. આટલા લોકોના મોતની જવાબદારી ચૂંટણી પંચની છે. તમારી પાસે ભાજપની તાકાત છે, અમારી પાસે જનતાની તાકાત છે. અમારી સાથે ખરાબ વર્તન થયું. આવું અહંકારી ચૂંટણી પંચ મેં ક્યારેય જોયું નથી’. મૂળ વાત એ છે કે, પ્રતિદિન એસઆઈઆરનો વિવાદ વધી રહ્યો છે. મમતા સરકાર પણ આનો ભરપૂર વિરોધ કરી રહી છે.

આ પણ વાંચો…મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ મમતા બેનર્જીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી, જાણો શું છે સમગ્ર મામલો

ચૂંટણી પંચ ભાજપને ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

દિલ્હીમાં ચૂંટણી પંચની ઓફિસની બહાર મમતા બેનર્જીએ કહ્યું, ‘તેઓ કહે છે કે તેમણે જે કર્યું છે તે સાચું કરું છે, તો પછી કોઈ બહારના કેમેરામેને કેમ અંદર આવવા દીધા નથી? તેઓ (ચૂંટણી પંચ) ભાજપના ઇશારા પર કામ કરે છે. લગભગ 2 કરોડ લોકોના નામ વોટર લિસ્ટમાંથી કાઢી નાખ્યા છે. હું દિલ્હીમાં લાખો લોકોને લાવી શકું અને તેમને કોઈની સામે પરેડ કરાવી શકું…’ વધુમાં કહ્યું કે, કોઈ પણ પદ પર કોઈ લાંબા સમય માટે રહી શકતું નથી. બધાને એક દિવસ પદ છોડવું જ પડે છે. આ તમામ આક્ષેપો માત્ર ચૂંટણી કમિશનર પર કરવામાં આવ્યાં છે. જેથી હવે જોવાનું એ રહે છે કે, આ મામલે ચૂંટણી પંચ દ્વારા શુ પ્રતિક્રિયા આપવામાં આવે છે?

ભાજપ સાંસદે સીએમ મમતા બેનર્જીને આપ્યો જવાબ

સીએમ મમતા બેનર્જીએ ચૂંટણી પંચ પર લગાવેલા આક્ષેપો બાદ ભાજપ નેતાએ પ્રતિક્રિયા આપી છે. ભાજપ તરફથી કેન્દ્રીય પ્રધાન અને પશ્ચિમ બંગાળના સાંસદ સુકાંત મજૂમદારે કહ્યું કે, મમતા બેનર્જી એસઆઈઆર મામલે ચૂંટણી પંચ પર જે આક્ષેપો લગાવી રહ્યાં છે માત્ર રાજનીતિક છે અને તેઓ આ રીતે ભ્રમ ફેલાવવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. વધુમાં કહ્યું કે, અત્યારે એસઆઈઆરપની પ્રક્રિયા માત્ર પશ્ચિમ બંગાળમાં જ નહીં, પરંતુ અન્ય 11 રાજ્યમાં ચાલી રહી છે. એટલે મમતા બેનર્જી ખોટા આરોપ લગાવી રહ્યાં છે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button