નેશનલમનોરંજન

‘વેલકમ’ ફિલ્મના અભિનેતા મુસ્તાક ખાનનું અપહરણ: ભાગવામાં સફળ…

બિજનૌરઃ ‘વેલકમ’ અને ‘સ્ત્રી ૨’ જેવી ફિલ્મોમાં તેમની ભૂમિકાઓ માટે જાણીતા અભિનેતા મુસ્તાક ખાનનું મેરઠમાં એક કાર્યક્રમમાં આમંત્રણ આપવાના બહાને કથિત રીતે અપહરણ કરવામાં આવ્યું હતું. એક દિવસ સુધી બંધક બનાવ્યા બાદ અભિનેતા ભાગવામાં સફળ રહ્યા હતા, એમ પોલીસે જણાવ્યું હતું.

આ પણ વાંચો : અક્ષય કુમારની ‘Bhoot Bangla’ની રિલીઝ ડેટ જાહેર; લાલ ટેન સાથે જોવા મળ્યા અક્ષય કુમાર…

બિજનૌરના પોલીસ અધિક્ષક અભિષેક કુમાર ઝાના જણાવ્યા અનુસાર આ ઘટનાના સંબંધમાં અભિનેતાના ઇવેન્ટ મેનેજર શિવમ યાદવે મંગળવારે બિજનૌર કોતવાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ અનુસાર રાહુલ સૈની નામના વ્યક્તિએ ૧૫ ઓક્ટોબરે ખાનનો સંપર્ક કર્યો હતો અને તેમને મેરઠમાં એક કાર્યક્રમમાં મુખ્ય અતિથિ માટે આમંત્રણ આપ્યું હતું. તેમજ એડવાન્સ પેમેન્ટ પણ આપ્યું હતું. સૈનીએ ખાનને ૨૦ નવેમ્બરની મુંબઇથી દિલ્હીની ફ્લાઇટ ટિકિટ પણ મોકલી હતી.

યાદવે ફરિયાદમાં જણાવ્યું કે દિલ્હી એરપોર્ટ પર પહોંચતા જ ખાનને એક કારમાં ડ્રાઇવર અને બે મુસાફરો સાથે લઇ જવામાં આવ્યા હતા. જો કે મુસાફરી દરમિયાન તેમને અન્ય એક વાહનમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. જ્યાં બીજા બે લોકો જોડાયા હતા. જ્યારે ખાને વિરોધ કર્યો તો તેને ધમકી આપવામાં આવી અને તેનું અપહરણ થયું હોવાનું જણાવાયું હતું.

આ પણ વાંચો : સુનીલ પાલ બરાબરનો ભેરવાયો, ખુદ રચ્યું હતું અપહરણનું નાટક, આ રીતે ફૂટ્યો ભાંડો!

ફરિયાદ અનુસાર અપહરણકર્તાઓએ બિજનૌરના ચાહશિરી વિસ્તારમાં ખાનને બંધક બનાવ્યા હતા અને આ દરમિયાન તેના મોબાઇલમાંથી ૨ લાખ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. ૨૧ નવેમ્બરના રોજ ખાન ત્યાંથી ભાગવામાં સફળ રહ્યા હતા અને મુંબઇ પરત ફર્યા હતા. આ કેસની વિગતો હજુ સુધી જાણવા મળી નથી. પોલીસે જણાવ્યું કે ઘટનાની સંપૂર્ણ વિગતો ટૂંક સમયમાં સામે આવશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button