લગ્ન પ્રસંગ માતમમાં ફેરવાયો: જાનમાં 11000 વોલ્ટનો કરંટ લાગતા બે કામદારોના મોત; વરરાજા બેભાન

આઝમગઢ: ઉત્તર પ્રદેશના આઝમગઢ જિલ્લાના બરદાહ વિસ્તારમાં એક લગ્ન પ્રસંગનો ઉમંગ માતમમાં ફેરવાઈ ગયો. વરરાજાને બગી પર બેસાડીને જાન ધામધૂમ પૂર્વક લગ્ન માટે જઈ રહી હતી. બગી સાથે કામદારો માથા પર રોડ લાઈટ લઈને જઈ રહ્યા હતાં, એવામાં અચાનક જોરદાર ઇલેક્ટ્રિક કરંટ ફેલાઈ જતા અફરાતફરી (Azamgarh electrocution accident) મચી ગઈ, આ ઘટનામાં બે કામદારોના મોત થયા જ્યારે વરરાજા બેભાન થાઈ જતાં, હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો.
આ પણ વાંચો…એક ગુજરાતીએ શેરબજારને કર્યું હતું ધડામ, જાણો ભારતીય શેરબજારના અત્યાર સુધીના સૌથી મોટા કડાકા
શનિવારે રાત્રે ભૈંસકુર ગામમાં, વરરાજાની બાગી સાથે માથા પર રોડ લાઇટ લઈને જતા બે કામદારો હાઇ ટેન્શન લાઇનના સંપર્ક આવી ગયા, 11000 વોલ્ટનો જોરદાર કરંટ લગતા બે કામદારોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા. વરરાજાએ રથ પરથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો, ત્યાર બાદ બેભાન થઇ જતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. આ ઘટનાને કારણે લગ્ન સમારોહમાં અફરાતફરી મચી ગઈ હતી.
જાનૈયા ભાગી ગયા:
ઘટનાની જાન થતાં જ પોલીસકર્મીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને તપાસ હાથ ધરી હતી. બે કામદારોના મૃત્યુ પછી, જાનૈયા ભાગી ગયા હતાં. પોલીસે જણાવ્યું હતું કે મેહનગરના જવાહર નગર વોર્ડના રહેવાસી ગોલુ (17) અને મંગારુ (25)નું વીજળીના કરંટને કારણે ઘટનાસ્થળે જ મોત થયું હતું. હાલમાં પોલીસે બંને કામદારોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે.