ટોપ ન્યૂઝનેશનલ

Monsoon 2024: નવ રાજ્યોમાં આજે વરસાદની આગાહી, ત્રણ દિવસમાં ચોમાસું પૂર્વ ભારતમાં પહોંચે તેવી શકયતા

નવી દિલ્હી : દેશના ઘણા રાજ્યોમાં આકરી ગરમી બાદ ચોમાસાનું(Monsoon 2024)આગમન થઈ ગયું છે અને વિવિધ સ્થળોએ ભારે વરસાદ થઈ રહ્યો છે. જો કે હજુ પણ એવા ઘણા રાજ્યો છે જ્યાં હજુ સુધી ચોમાસું પહોંચ્યું નથી. જ્યા લોકો ગરમીથી ત્રાહિમામ છે. જેમાં ઉત્તર પ્રદેશ, ઓડિશા અને પશ્ચિમ રાજસ્થાનના પશ્ચિમ ભાગોમાં હજુ પણ અત્યંત ગરમીનો સામનો કરી રહ્યા છે. જેમાં છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં સૌથી વધુ મહત્તમ તાપમાન ઓરાઈ (પશ્ચિમ ઉત્તર પ્રદેશ)માં 44.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

9 રાજ્યોમાં ભારે વરસાદ થશે

છેલ્લા 24 કલાક દરમિયાન દિલ્હી સહિત ઘણા રાજ્યોમાં હળવોથી મધ્યમ વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગના (IMD)જણાવ્યા અનુસાર આગામી 24 કલાક દરમિયાન બિહાર, મધ્ય મહારાષ્ટ્ર, ઓડિશા, તમિલનાડુ-પુંડિચેરી, કરાઈકલ, ઉત્તર આંતરિક કર્ણાટક, ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આંદામાન અને નિકોબાર ટાપુઓમાં ભારે વરસાદની સંભાવના છે. આ સમયગાળા દરમિયાન અહીં 115.5-204.4 મીમી વરસાદ નોંધી શકાય છે.

Also Read: દેશભરમાં અડધી રાત્રે લાગુ કરાયો Anti Paper Leak Law, જાણો તેની જોગવાઇઓ

આગામી 3 દિવસમાં ચોમાસું અહીં પહોંચી જશે

હવામાન વિભાગે કહ્યું કે આગામી 24 કલાક દરમિયાન ઝારખંડ, અરુણાચલ પ્રદેશ, પૂર્વ મધ્ય પ્રદેશમાં પણ વરસાદ પડી શકે છે. આ સમયગાળા દરમિયાન 40 કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે પવન પણ ફૂંકાઈ શકે છે. આગામી 3-4 દિવસ દરમિયાન પશ્ચિમ બંગાળ, ઝારખંડ, છત્તીસગઢ, મધ્યપ્રદેશના કેટલાક ભાગો, બિહાર અને પૂર્વ ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગનું કહેવું છે કે આગામી 3-4 દિવસમાં ચોમાસું પશ્ચિમ, મધ્ય અને પૂર્વ ભારતના વધુ ભાગોમાં પહોંચે તેવી શક્યતા છે.

કેવું રહેશે દિલ્હી-NCRનું હવામાન ?

શુક્રવારે દિલ્હી-એનસીઆરના ઘણા ભાગોમાં વરસાદને કારણે લોકોને કાળઝાળ ગરમીથી થોડી રાહત મળી છે. હવામાન વિભાગે દિલ્હીમાં કાળઝાળ ગરમીમાંથી રાહતની આગાહી કરી છે અને શનિવાર અને રવિવારે આકાશ આંશિક વાદળછાયું રહેવાની સંભાવના છે. આ સમયગાળા દરમિયાન મહત્તમ તાપમાન 40 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે.

Also Read: Rain in Delhi: રાજધાનીને મળી રાહત, દિલ્હી-એનસીઆરના વિસ્તારોમાં હળવો વરસાદ

આ રાજ્યોમાં અત્યંત ગરમી

હવામાન વિભાગે જણાવ્યું કે ઉત્તર મધ્યપ્રદેશ, હરિયાણા-દિલ્હી, પૂર્વ રાજસ્થાન અને ગુજરાત રાજ્યના વિવિધ વિસ્તારોમાં મહત્તમ તાપમાન 40-42 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે નોંધાઈ રહ્યું છે. સિરસામાં મહત્તમ તાપમાન 43.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો